ભારતે ગતરોજ ત્રીજી અને અંતિમ T20 મેચમાં શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું હતું. વરસાદના કારણે એક કલાક મોડી શરૂ થયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 137 રન બનાવી શકી ન હતી. ભારતે આ મેચ સુપર ઓવરમાં જીતી લીધી હતી. સિરીઝ જીત્યા બાદ રિભપ પંતે અલગ રીતે ટીમને અભિનંદન પાઠવ્યા છે. પંતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે.
રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે વાયરલ ગીત 'પથર પર પથ્થર' ગાયું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચમાં ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. જોકે આ ખેલાડીઓએ શરૂઆતની મેચોમાં ભાગ લીધો હતો.
વાઇસ કેપ્ટન શુભમન ગિલે 37 બોલમાં સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. રિયાન પરાગે 18 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. વોશિંગ્ટને છેલ્લી ઓવરમાં 28 રન ઉમેર્યા, ઈનિંગની અસ્થિર શરૂઆત પછી ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવી શકી હતી અને મેચ ટાઈ રહી હતી. સુપર ઓવરમાં પણ શ્રીલંકન ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
દરમિયાન, ઋષભ પંત રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને અન્ય વરિષ્ઠ ખેલાડીઓ સાથે કોલંબોમાં ODI શ્રેણી પહેલા જોડાયા છે. કેએલ રાહુલે ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન વિકેટકીપિંગ કર્યું હતું. જો કે, ઋષભ પંતના વાપસી સાથે પ્રથમ વનડેમાં વિકેટકીપિંગની જવાબદારી કોને સોંપવામાં આવશે તે જોવું રહ્યું. પંત લાંબા સમય બાદ વનડે રમતા જોવા મળશે. પંતે છેલ્લે નવેમ્બર 2022માં ભારત માટે વનડે રમી હતી. જે બાદ તેનો કાર અકસ્માત થયો હતો અને માર્ચમાં તે ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech