શુકલ પીપળિયા ગામે હુમલા પ્રકરણમાં સરપંચ સહિત ૧૫ સામે રાયોટનો ગુનો

  • October 26, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ નજીક નાકરાવાડી ગામે ડમ્પિંગ પાર્ડ પાસે આવેલ ખરાબમાંથી પથ્થર ટ્રેક્ટરમાં ભરવા મુદ્દે શુકલ પીપળીયા ગામમાં રહેતા યુવાન અને તેના પરિવારજનો પર નાકરાવાડી ગામના સરપંચ સહિતનાઓએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હોય તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કુવાડવા રોડ પોલીસે ૧૫ શખસો સામે રાયોટ, તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજ રાજકોટ તાલુકાના શુકલ પીપળીયા ગામે રહેતા અજય લીંબાભાઇ બાબુતર(ઉ.વ ૩૧) દ્વારા કુવાડવા રોડ પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાકરાવાડી ગામના સરપંચ દિપક બાવળવા તથા રામ ધીણોજા, રમેશ બાવળવા, મુન્ના ધીણોજાનો પુત્ર ટીકુડો, શાંતિ ધીણોજા, જેન્તી ધીણોજા, વિજય ધરમશી ધીણોજા, કિશોર બાવળવા, સંજય બાવળવા, પ્રકાશ બાવળવા તેમજ ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. જેના આધારે પોલીસે આ આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૨૦(બી) સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
​​​​​​​
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલ સવારે તેઓ તેના ટ્રેક્ટરના ડ્રાઇવર હકાભાઇ સાથે નાકરાવાડી ડમ્પિંગ યાર્ડ પાસે ખરાબામાં પડેલા પથ્થર ભરવા માટે ગયા હતા તે પથ્થર ટ્રેક્ટરમાં ભરતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા રામ ધીણોજાએ પથ્થર ભરવાની ના પાડી હકાભાઇને ગાળો આપી હતી તેમજ તમાચો જીકી દીધો હતો થોડીવાર બાદ આઠ એક બાઈક ઇકો સહિતના બે કારમાં આરોપીઓ અહીં શુકલ પીપળીયા ગામે આવ્યા હતા જેમણે અજય પર પથ્થરમારો કર્યો હતો જેમાં તેને ઈજા થઈ હતી બાદમાં આરોપીઓએ તલવાર, ધોકા, પાઇપ વડે હુમલો કર્યો હતો. આ સમયે ફરિયાદીના કાકા મહેશભાઈ બાબુતર અને તેના ભાઈ વિજયભાઈ ત્યાં કારમાં આવ્યા હતા આથી આરોપી હોય તેમના પર પણ હુમલો કર્યો હતો અને તેમના ભાઈને કારના કાચ તોડી નાખ્યા હતા.
આ હુમલામાં પોપટભાઈ ઉપરાંત મહેશભાઈ વિજયભાઈ, અજયભાઈના પત્ની તેના ભાઈ સંજયભાઈના પત્ની માતા મધુબેનને ઈજા થઈ હતી જેમાં ચારને ગંભીર ઇજાઓ પહોંચી હોય તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓ પૈકી મુખ્ય આરોપી રામ ધીણોજાને ઝડપી લીધો છે. જયારે અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ ડો.એલ.કે.જેઠવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.ડી.વસાવા તથા ટીમે તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application