જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ

  • December 21, 2023 04:48 PM 

જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમગ્ર દેશમાં અમલવારી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગત તા.23 મી સપ્ટેમ્બર, 2018 ના રોજ ઝારખંડના રાંચી ખાતે આયુષ્માન ભારત– પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ મળ્યો છે.

બેઠકમાં કલેકટરશ્રીએ જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ફરિયાદ સમિતિમાં આવેલા પ્રશ્નોને સાંભળ્યા હતા અને તેનો યોગ્ય નિકાલ થાય તે દિશામાં સર્વે સદસ્યોને કાર્ય કરવા અંગેની સૂચના આપી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભાયા, ડી.પી.સી. શ્રી યજ્ઞેશ ખારેચા, તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, વીમા કંપનીના કર્મચારીગણ અને ઉક્ત યોજના સાથે સંલગ્ન તમામ હોસ્પિટલના પ્રતિનિધિગણ હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application