રાજકોટના વાતાવરણમાં પલટો : જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું, ખેડૂતો ચિંતામાં 

  • March 15, 2023 04:23 PM 


ગુજરાતમાં હાલ બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં અતિશય ગરમી તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 15 માર્ચથી એટલે કે આજથી ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા વિસ્તારો પર કમોસમી વરસાદની શક્યતા છે.


ત્યારે આજે રાજકોટ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકાએક વાદળછાયું વાતાવરણ અને જોરદાર પવન ફૂંકાયો હતો. માવઠાની આગાહીને લઈને રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. માવઠાની આગાહીને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાથે જ રોગચાળો વકરવાની ભીતિ પણ સર્જાઈ છે તેવું તબીબોનું માનવું છે. 


ઉનાળાની શરૂઆતમાં જ થઈ રહેલા માવઠાને કારણે ખેડૂતો ચિંતામાં છે. થોડા દિવસ પહેલાં જ થયેલા વરસાદમાં અનેક ખેડૂતોએ નુકસાન સહન કરવું પડ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ હાલ જે વિસ્તારમાં નુકસાન થયું છે તે વિસ્તારમાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application