સીટી સર્વે કચેરીની દુવિધા અંગે રેવન્યુ પ્રેકટીશ્નર્સ એસો. દ્વારા આવેદન

  • January 31, 2023 07:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સીટી સર્વે કચેરી દ્રારા સાદી પોસ્ટથી મોકલવામાં આવતી અરજી અને નસોંગદનામાં મળતા નથી અને સેલ્ફ એટેસ્ટેડના નિયમનો અધિકારીઓ દ્વારા ઉલાળિયો કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે રેવન્યુ પ્રેકટીશ્નર્સ એસોસીએશને એસએલઆરને આવેદન પાઠવ્યું હતું.


જામનગર રેવન્યુ પ્રેકટીશ્નર્સ એડવોકેટ એસોસીએશને એસએલઆરને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર સીટી સર્વે કચેરીમાં વારસાઇ નોંધની અરજીમાં યેનકેન પ્રકારે મરણનો અસલ દાખલો રજૂ કરવાનો દુરાગ્રહ રાખવામાં આવે છે. નવા ભળેલા વિસ્તારમાં અરજીની સાથે સીટી સર્વે નંબરનું સોંગદનામું કરવાનું કહેવામાં આવે છે. જે ખરેખર ગેરવાજબી છે. વળી કચેરીમાં પાડેલી નોંધોમાં સમગ્ર જગ્યાની હિસ્સામાપણી કરી કાર્ડ અલગ કરવાનું કહેવામાં આવે ત્યારે સબ-પ્લોટીંગ, સબડીવીઝનના હુકમ તથા પ્લાનની માંગણી કરવામાં આવે છે. જે પરિપત્રની સરેઆમ અવગણના છે.

​​​​​​​જીઆઇડીસીમાં સબ પ્લોટ કરેલા હોય તે કિસ્સામાં કચેરી દ્વારા ફરજીયાત સબ પ્લોટીંગ અને સબ ડીવીઝનની માંગણી કરવામાં આવે છે જે તદન ગેરવાજબી છે. આથી આ તમામ પડતર પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application