ધોનીના આગામી IPLમાં રમવા મામલે મોટો ખુલાસો, CSKના CEOએ ફેન્સને આપ્યા ખુશખબર

  • May 23, 2024 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચેન્નાઈ સુપર કિંગ્સની આઈપીએલ સફર પૂરી થતા જ ચાહકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું ધોની આગામી સિઝનમાં ફરીથી ચેન્નાઈ તરફથી રમતા જોવા મળશે. આ સિઝનમાં ચેન્નાઈ ટીમ મેનેજમેન્ટે ધોનીને કેપ્ટનશિપ ન આપી અને ઋતુરાજ ગાયકવાડને પ્રમોટ કર્યો. આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે ટીમ આગામી વર્ષો માટે નવા કેપ્ટનની શોધમાં છે, તેથી આગામી IPL સિઝન 2025માં ધોનીના રમવા પર ઘણું સસ્પેન્સ છે. ધોની 42 વર્ષનો થઈ ગયો છે. જોકે, તે હજુ પણ ફિટ છે અને તેના બેટમાં દમ છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સની યુટ્યુબ ચેનલ પર ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને ધોનીના ભવિષ્યને લઈને ઉઠેલા સવાલોના જવાબ આપ્યા. તેણે કહ્યું કે હું કહી શકતો નથી કે ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં. અમે આ નિર્ણય તેના પર છોડી દીધો છે, પરંતુ અમને ઘણી આશા છે કે તે આગામી IPL સિઝનમાં ચેન્નાઈ માટે રમશે, આ હું અને તેના ચાહકો પણ માને છે. 

આ સિઝનમાં ધોનીએ 73 બોલમાં 220.55ના સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા છે. તે દિલ્હીના જેક ફ્રેઝર-મેકગર્ક પછી સ્ટ્રાઈક રેટમાં બીજા ક્રમે છે. વિશ્વનાથને કહ્યું કે મને નથી લાગતું કે સ્ટીફન ફ્લેમિંગ ભારતના મુખ્ય કોચ બનશે. તે લાંબા સમયથી ચેન્નાઈને કોચિંગ આપી રહ્યો છે. ફ્લેમિંગ વર્ષમાં 9-10 મહિના કોચિંગ કરી શકતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application