જામનગરમાં એમપી શાહ કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું
સન્માન, કરાઓકે, ડીનર સહિતના કાર્યક્રમો યોજાયા
જામનગરમાં એમપી શાહ કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું રિયુનિયન રવિવારે યોજાયું હતું જેમાં જામનગર જ નહીં પરંતુ અહીં શિક્ષા પ્રાપ્ત કરી અન્ય શહેરોમાં સ્થાયી થયેલા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ પરિવારજનો સાથે જોડાઈને જુની યાદો તાજા કરી હતી.
જામનગર એમ.પી.શાહ કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મુકેશ શાહ, નિલેશ ગોહિલ તથા અશોક નથવાણી દ્વારા સરસ્વતી દેવીની મૂર્તિથી મંડળના પ્રમુખ અરવિંદ શાહનું સન્માન તથા પૂર્વ પ્રિન્સીપાલ સાવલાના ઉપસ્થિત પ્રતિનીધીને ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી ચૂકલા હાલ ઉચ્ચ સ્થાને બીરાજીને કોલેજ અને જામનગરનું નામ રોશન કરી રહ્યા છે તેવા તમામ હોદ્દાને ઘેર મુકીને વિદ્યાર્થી સ્વરૂપમાં કરાઓકે ગીત સંગીતની સાથે પુડલા દહીંની મૌજ પરિવારજનોને સાથે માણી હતી. આ આયોજનને સફળ બનાવવા નિલેશભાઈ ગોહિલ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.