જેતપુર તથા ઉપલેટા તાલુકાના વિવિધ રસ્તાઓના રિસ્ટોરેશનની કામગીરી શરૂ

  • July 03, 2023 08:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના જેતપુર તથા ઉપલેટા તાલુકામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો અસર પામ્યા છે, જેને  નાગરિકોના આવાગમન માટે વૈકલ્પિક રીતે પૂર્વવત કરવા જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.




ઉપલેટા તાલુકાના ગઢાળા એપ્રોચ રોડ પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ તાકીદની કામગીરી કરી રહ્યું છે. ભાદર નદીના પાણીને લીધે અસર પામેલો જેતપુર તાલુકાનો જેતપુર દેરડી લીલાખા રોડ નાગરિકોની અવરજવર માટે શરૂ કરી દેવાયો છે, જયારે ઉપલેટા તાલુકાનો મોજીલા ભાંખ કાલરીયા રોડ પણ વરસાદની અસર બાદ પુનઃ શરૂ કરી દેવાયો છે.




કોઝવે ઓવર ટોપિંગને કારણે જેતપુર તાલુકાના લુણાગરા દૂધીવદર રોડ અસરગ્રસ્ત થયો છે, જેને પૂર્વવત  કરવા માટે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો સાધન સામગ્રી સાથે રસ્તા વરસાદમાં અવિરત કામગીરી કરી રહ્યા છે.




ઓવર ટોપીંગ થવાના કારણે, ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે, રસ્તામાં બ્રીચ પડવાનાં કારણે, એપ્રોચનું ધોવાણ થવાના કારણે, સ્ટ્રકચર ડેમેજનાં કારણે, અન્ડર પાસમાં પાણી હોવાના કારણે અને સ્ટ્રકચરનાં એપ્રોચમાં નુકશાન થવાના કારણે  રાજકોટ જિલ્લાના સડક માર્ગો અસરગ્રસ્ત થયા છે, જેને લીધે કથળેલું ગ્રામ્ય નગરીકોનુ રોજિંદુ જીવન થાળે પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અવિરત કામગીરી કરી રહ્યુ છે, તેમ જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application