શહેરમાં એક ઉદ્યોગપતિ સહિત ચાર દર્દીના રીપોર્ટ કોરોના પોઝીટીવ

  • March 29, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં કોરોના ધીરે ધીરે વધતો જાય છે, ગઇકાલે એક ઉદ્યોગપતિ, એક વૃઘ્ધા અને યુવાન સહિતના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા હતા, ગઇકાલે ચાર કેસ નોંધાયા હતા, જ્યારે એક દર્દીને રજા આપી દેવામાં આવી હતી, હાલમાં ર૦ દર્દીઓને હોમઆઇસોલેશન કરવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ શરૂ સેકશન રોડ વિસ્તારમાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ૩પ વર્ષના યુવાન, ઓશવાળ કોલોનીમાં રહેતી ૬ર વર્ષની વૃઘ્ધા, બેડીમાં રહેતો એક શ્રમિક યુવાન અને મેહુલનગરમાં રહેતા એક ઉદ્યોગપતિ સહિતના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા, આ તમામને હોમઆઇસોલેટ કરવામાં આવ્યા છે, એટલું જ નહીં સંપર્કમાં આવેલા તમામના રીપોર્ટ કરાવવામાં આવ્યા હતા, પરંતુ આ બધા રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા, ગઇકાલે ૧૪૩ સેમ્પલો લેવાયા હતા, જ્યારે એક દર્દીને રજા આપી દેવામાં આવી હતી. 





જામનગરમાં પ્રથમ ડોઝ લેનારાઓની સંખ્યા પ૭પ૧૩ર થઇ છે, જ્યારે બીજો ડોઝ લેનારા પર૪૪૩૬ થયા છે, ગઇકાલે ચાર લોકોએ બીજો ડોઝ લીધો હતો, ઉપરાંત કુલ પ્રિકોશન ડોઝ લેનારાઓની સંખ્યા રર૩રપ થઇ છે. જામનગર શહેરમાં ધીરે ધીરે કોરોના વકરી રહ્યો છે, જો કે કોઇ દર્દીની હાલત ગંભીર નથી, એક સારી નિશાની છે, પરંતુ ર૦ દર્દીઓને આઇસોલેશનમાં રાખ્યા હોવાનું પણ જાણવા મળે છે. 


ડોકટરોના જણાવ્યા મુજબ લોકોએ ભીડભાડવાળી જગ્યામાં જવાનું પસંદ કરવું જોઇએ નહીં, તેમજ અન્ય દર્દના દર્દીઓએ પણ પૂરતી સાવધાની રાખવી જોઇએ, જો કે જામનગર જિલ્લાના ગામડાઓમાં હજુ કોરોનાના કેસો બહુ આવ્યા નથી, પરંતુ ધીમે ધીમે કેસો આવી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application