ભારતમાં બ્રેસ્ટ કેન્સરનો તપાસ દર 1.9%, તો સર્વાઇકલ કેન્સર ડિટેક્શન રેટ માત્ર 0.9% : આધુનિક જીવનશૈલી કેન્સરનું મોટું કારણ બની રહી છે: નિષ્ણાતો
હજારો લોકોના રીઅલ-ટાઇમ ડેટાના આધારે અપોલો હોસ્પિટલ્સ દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં લોકો પ્રમાણમાં નાની ઉંમરે કેન્સરનો ભોગ બની રહ્યા છે. હેલ્થ ઓફ ધ નેશન શીર્ષક હેઠળના અહેવાલમાં દેશમાં કેન્સરના કેસોમાં સૌથી ઝડપી વૃદ્ધિને પ્રકાશિત કરતી વખતે એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેન્સર નિદાનની સરેરાશ ઉંમર યુએસ, યુકે અને ચીનની સરખામણીએ ઓછી છે.
ડેટા અનુસાર, ભારતમાં બ્રેસ્ટ કેન્સરના નિદાનની સરેરાશ ઉંમર 52 વર્ષ છે જ્યારે યુએસ અને યુકેમાં 63 વર્ષ છે, જ્યારે ફેફસાના કેન્સર માટે ભારતમાં 59 વર્ષ તો પશ્ચિમમાં તે 70 વર્ષની આસપાસ છે. આમ છતાં દેશમાં કેન્સરની તપાસ ખૂબ જ ઓછી છે. જ્યારે અમેરિકામાં બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ દર 82% છે, સામે ભારતમાં માત્ર 1.9% સ્ક્રીનીંગ થઈ રહી છે.
આ મુજબ કેન્સર થવાના મુખ્ય કારણોમાં ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલનું સેવન, સ્થૂળતા, પોષક તત્વોનો અને કસરતના અભાવ સમાવેશ થાય છે. દેશમાં સ્થૂળતાનો દર 2016માં 9%થી વધીને 2024માં 20% થવાની ધારણા છે. ભારતમાં સ્તન કેન્સરની તપાસ દર 1.9% છે જ્યારે અમેરિકામાં તે 82% છે, બ્રિટનમાં તે 70% છે અને ચીનમાં તે 23% છે. ભારતમાં સર્વાઇકલ કેન્સર ડિટેક્શન રેટ 0.9% છે, જ્યારે યુએસએમાં તે 73%, યુકેમાં 70% અને ચીનમાં 43% છે.
સ્ત્રીઓને સ્તન, સર્વાઇકલ અને અંડાશયનું કેન્સર હોય છે. જયારે પુરુષોને ફેફસાં, મોં અને પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. એક નવા અભ્યાસ મુજબ ભારતમાં 31 થી 40 વર્ષની વયજૂથમાં કોલોન કેન્સરના કેસમાં વધારો થયો છે. રિપોર્ટમાં 18 થી 25 વર્ષની વયજૂથમાં સૌથી વધુ ડિપ્રેશન જોવા મળ્યું હતું. એવું નોંધવામાં આવ્યું છે કે દર પાંચમાંથી એક વ્યક્તિ ડિપ્રેશનથી પીડિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech