‘૨૦૦૨થી સૌથી વધુ કમાણી કરનારી ૧૦૦ ફિલ્મોમાં લિંગ અસમાનતા’નો રીપોર્ટ જાહેર : ફિલ્મ સેક્ટરમાં વુમન ડાયરેક્ટર અને રાઈટર્સની કમી
હાલ જ્યારે આપણે બાર્બી, બેયોન્સે અને ટેલર સ્વિફ્ટની સફળતામાં મહિલાઓની વધતી જતી આર્થિક શક્તિ જોઈ રહ્યા છીએ, મોટા પડદા પર સ્ત્રી પાત્રોને હજુ પણ પુરૂષો જેટલું ધ્યાન આપવામાં આવતું નથી. વર્ષ ૨૦૨૩ની ટોચની હોલીવુડ ફિલ્મોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મોમાં બોલતા પાત્રોમાંથી માત્ર ત્રીજા ભાગની મહિલાઓ હતી.
યુ.એસ.માં સેન ડિએગો સ્ટેટ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝ ઇન ટેલિવિઝન એન્ડ ફિલ્મ દ્વારા ‘૨૦૦૨થી સૌથી વધુ કમાણી કરનારી ૧૦૦ ફિલ્મોમાં લિંગ અસમાનતા’ જાહેર કરવામાં આવી છે. સંશોધકોએ ૨૦૨૩ની સૌથી વધુ કમાણી કરનાર મૂવીઝના ૨,૨૦૦ પાત્રોનો પણ અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૨૩ની ફિલ્મોમાં માત્ર ૩૫% ડાયલોગ્સ વાળી ભૂમિકાઓ મહિલાઓ દ્વારા ભજવવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, ૨૦૨૨ માં બોલતા સ્ત્રી પાત્રોની સંખ્યા ૩૭% હતી. આ રીતે ગતવર્ષે વધુ ઘટાડો થયો હતો. અભ્યાસ મુજબ, ૨૦૨૩માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી માત્ર ૧૮%માં સ્ત્રી પાત્રો પુરૂષ પાત્રો કરતાં વધુ બોલતા જોવા મળ્યા હતા અને ૭૭% ફિલ્મોમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ બોલતા હતા. મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં સ્ત્રી પાત્રોની સંખ્યા ૨૦૨૨ માં પણ નિરાશાજનક ૩૮% રહી છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૨૦૨૩માં, ફિલ્મના પડદા પર સ્ત્રી પાત્રો સામાન્ય રીતે પુરુષો કરતાં નાની ઉપરના જોવામાં આવ્યા હતા. ૪૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની હાજરીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સ્ક્રીન પરના મોટાભાગના પુરૂષ પાત્રો (૫૨%) ૪૦ વર્ષથી વધુ વયના હતા. માત્ર ૨૮% સ્ત્રી પાત્રો ૪૦ થી ઉપર હતા. ટોચની કમાણી કરનારી ફિલ્મોમાં ૬૦ વર્ષથી ઉપરની મહિલાઓની હાજરી માત્ર ૭% હતી. અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે સ્ત્રી પાત્રો પુરૂષ પાત્રો કરતાં ઘણી હદ સુધી પરિણીત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
૨૦૨૩માં બનેલી ફિલ્મોમાંથી માત્ર ૨૮% જ સ્ત્રી પરિપ્રેક્ષ્યમાં બની હતી, જ્યારે ૬૨% ફિલ્મોમાં પુરુષો મુખ્ય ભૂમિકામાં હતા. ૨૦૧૭ પછી બનેલી ફિલ્મોમાં વુમન હીરો સાથેની ફિલ્મોની આ સૌથી ઓછી સંખ્યા છે. અભ્યાસ અનુસાર, આનું એક કારણ એ હોઈ શકે છે કે ઉદ્યોગમાં મહિલા લેખકો અને નિર્દેશકોની અછત છે. એવું જોવામાં આવ્યું છે કે સ્ત્રી દિગ્દર્શક અથવા લેખક સાથેની ફિલ્મોમાં વધુ સ્ત્રી નાયક, સ્ત્રીઓ માટે અગ્રણી ભૂમિકાઓ અને વધુ બોલતી સ્ત્રી પાત્રો હોય છે.
એશિયન મહિલાઓની હાજરી વધી
અભ્યાસ મુજબ, ૨૦૨૩ માં, જ્યારે ફિલ્મોમાં લેટિન અને અશ્વેત મહિલાઓની જગ્યા ઓછી થતી જોવા મળી હતી, ત્યારે એશિયન અને એશિયન-અમેરિકન મહિલાઓની હાજરીમાં વધારો થતો જોવા મળ્યો હતો. ૨૦૨૨માં ૬.૯%ની સરખામણીમાં ૨૦૨૨માં લેટિન મહિલાઓ માત્ર ૬.૩% જોવા મળી હતી, અશ્વેત મહિલાઓની હાજરી ૧૮% થી ઘટીને ૧૫.૩% થઈ હતી. જ્યારે એશિયન મહિલાઓની હાજરી ૮.૧ થી વધીને ૯.૨% થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech