સિટી બસ સેવાનું નામકરણ કટકી બસ સર્વિસ કરો ! વધુ ૧૩ કંડકટર કટકટાવતા રંગેહાથ ઝબ્બે; સસ્પેન્ડ

  • April 04, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંચાલક એજન્સીને રૂા.૩,૬૧,૫૫૦, ફેર કલેકશન એજન્સીને રૂા.૫૦,૦૦૦, સિકયુરિટી એજન્સીને રૂા.૧૧,૨૫૦ અને ટિકિટ વગરના ૨૦ મુસાફરોને રૂા.૨૨૦૦નો દડં ફટકારાયો




રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાનું નામકરણ કટકી બસ સર્વિસ કરવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, વિવિધ ટની સિટિબસમાં મુસાફરો પાસેથી પૈસા લઇને ટિકિટ નહીં આપીને કટકીબાજી કરતા વધુ ૧૩ કંડકટર રંગેહાથ ઝબ્બે થતા તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.





વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે બસ ઓપરેટર શ્રી માતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૧૦,૩૩૦ કિ.મી.ની પેનલ્ટી મુજબ .૩,૬૧,૫૫૦ની પેનલ્ટી, ફેર કલેકશન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ .૫૦,૦૦૦ની પેનલ્ટી કરાઇ છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી બદલ ૧૩ કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બસમાં ચેકીંગ દરમિયાન કુલ ૨૦ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ .૨,૨૦૦નો દડં વસુલવામાં આવ્યો હતો. યારે બી.આર.ટી.એસ. બસ સેવામાં થયેલ દંડનીય કાર્યવાહીઓમાં એકસ–મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ .૧૧,૨૫૦ની પેનલ્ટી કરાઇ હતી.




અધિકારી સૂત્રોએ ઉમેયુ હતું કે સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ અને બીઆરટીએસ બસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્રારા મુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાય છે. કોઇપણ નાગરિક દ્રારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય, તેના પર પોતાની અંગત, ધંધા, દુકાન, સંસ્થાની જાહેરાત લગાવવી તે દંડનિય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. આ બાબતે પરિવહન સેવામાં સુપરવાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application