રિલાયન્સે ઝાંખર ગામના મુક્તિધામને જીર્ણોદ્ધાર કરી જનસેવામાં સમર્પિત કર્યું

  • August 10, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં રુ. 72 લાખના ખર્ચે નવનિર્માણ

લાલપુર તાલુકાના ઝાંખર ગામના મુક્તિધામ સંકુલનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ નવનિર્માણ કરીને ગ્રામજનોને સુપરત કરાયું છે. 


ઝાંખર ખાતેનું આ મુક્તિધામ (સ્મશાન) સંકુલ અગાઉ અત્યંત જર્જરિત હાલતમાં હતું. આ અંગે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રુ. 72 લાખના ખર્ચે આ સંકુલનું નવનિર્માણ કર્યું છે. આ નવનિર્માણ હેઠળ મુક્તિધામના મુખ્ય દરવાજા, ડાઘુઓની સ્નાનવિધિ માટેની વ્યવસ્થા, લાકડાના સ્ટોરેજની સુવિધા ઉપરાંત અહીં શાંતિકુટિરનું પણ નિર્માણ કરાયું છે. ઝાંખર ગામે કુલ 35 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં થયેલાં આ નવીનિકરણ પ્રોજેક્ટ હેઠળ સંકુલમાં ભગવાન શિવજીની પ્રતિમા સ્થાપવા ઉપરાંત આશરે 1650 વૃક્ષો અને ફૂલછોડનું વાવેતર કરીને ‘સ્મૃતિવન’ બનાવવાનો પ્રયાસ કરાયો છે. 


આ લોકાર્પણ પ્રસંગે ઝાંખર ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ આ અત્યંત મહત્વની સુવિધા ઉપલબ્ધ કરી આપવા બદલ ધનરાજભાઈ નથવાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application