‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’
દસ વર્ષ પૂર્વે શરૂ થયેલી સ્વચ્છ ભારત તરફની ચળવળ તીવ્ર બનતી જાય છે તેમ તેમ સતત સામાજિક પડકારો માટે લાંબા ગાળાના ટકાઉ ઉકેલો તરફ દોરી જતા સર્જનાત્મક અને રચનાત્મક ઉકેલો શોધવા હિતાવહ છે. વૈશ્વિક દૃષ્ટિકોણ દ્વારા સમર્થિત સ્થાનિક પગલાં આપણને સ્વચ્છ અને હરિયાળા ભારત તરફની યાત્રામાં આગળ લઈ જશે. આ વર્ષે ભારત સરકારે ‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ થીમ સાથે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હાથ ધરી છે.
રિલાયન્સ હંમેશા આ હેતુ માટે સભાન રહે છે અને પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ ઉત્પાદન સાઇટની આસપાસના 2 ગામો - મોટી ખાવડી અને જોગવડમાં આ ઉમદા ઝુંબેશ માટે પોતાની જવાબદારી પુનઃસ્થાપિત કરવા શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
રિલાયન્સ ફાઉન્ડેશને તા. 1 ઓક્ટોબર, 2024 ના સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે જેમાં પોતાના 700થી વધુ કર્મચારી સ્વયંસેવકો અને ગ્રામજનોને સ્વચ્છ ગામ અને સ્વચ્છ ભારતનું મહત્વ દર્શાવવા માટે ‘શ્રમદાન’ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. બન્ને ગામોમાંથી ઉત્સાહી સ્વયંસેવક ટીમો અને JCB, ડમ્પર જેવાં જરૂરી સંસાધનો દ્વારા સફાઈ કરી 180 ટન જેટલો ભીનો કચરો, સૂકો કચરો, જંગલી વનસ્પતિ વગેરે એકત્ર કરવામાં આવ્યાં હતાં . આ અભિયાનમાં સ્વચ્છતા જાગૃતિ લાવવા, સમાજમાં સ્વયંસેવકોને પ્રોત્સાહન આપવા અને ગ્રામજનોના મનમાં સકારાત્મક અસર ઊભી કરવા માટેની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરાયો હતો. શેરીઓમાં લઘુનાટકો રજૂ કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત કરાયા હતા અને સ્વચ્છ ગામ માટે જાગૃતિ લાવવા શાળાના બાળકો, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો, યુવાનો અને બેન્ડના સભ્યોની રેલી યોજવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech