બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 અને 3ની રિલીઝ ડેટ્સ કરી દેવાઇ જાહેર

  • April 05, 2023 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ડિરેક્ટર અયાન મુખરજીએ સોશિલ મીડિયામાં આપી માહિતી
  • બંને પાર્ટ એક સાથે શૂટ થયા બાદ એક વર્ષના અંતરાલમાં આવશે


રણાલિયાને પહેલી વાર એક સાથે ચમકાવતી 2022ની સૌથી પેહેલી  મોટી હિટ ફિલ્મ બ્રહ્માસ્ત્રના બાકીના પાર્ટ અને તેની રિલીઝ અંગે તાજા અપડેટ આવી ગયા છે. ફિલ્મના ડાયરેક્ટરે જ પાર્ટ 2 અને 3ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. અગાઉ ડિરેક્ટર અયાન મુખરજીએ ફિલ્મના બાકી બે પાર્ટ એક સાથે શૂટ કરવાનું જણાવ્યું હતું. 


 રણબીર કપૂર અને અલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવની જંગી સફળતા પછી, ચાહકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેઓની ઉત્સુકતાનો અંત લાવતા અયાન મુખરજીએ આખરે તેના મેગ્નમ ઓપસ સમાન પ્રોજેકટના બીજા અને ત્રીજા ભાગ માટે રીલીઝ ડેટ જાહેર કરી છે.અયાન મુખર્જીએ મંગળવારે તેઑના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સરસ મજાની પોસ્ટ અને લેટર લખીને આ વાત જણાવી છે.


અયાનએ મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન બહાર પાડ્યું હતુ અને બ્રહ્માસ્ત્રના બીજા ભાગ ભાગ, દેવ અને બ્રહ્માસ્ત્રના ત્રીજા ભાગની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.  આયાન મુખરજીએ જાહેરાત કરી હતી કે તેની ફિલ્મનો બીજો ભાગ ડિસેમ્બર 2026માં રિલીઝ થશે, જ્યારે ત્રીજો અને અંતિમ ભાગ એક વર્ષ પછી એટલે કે 2027માં થિયેટર્સમાં આવશે, એવી જાહેરાત કરવામાં આવી છે.


ચાહકોએ પહેલા ભાગના અંતે તેને હિટ કરી દેતા ફિલ્મના VFX અને કોન્સેપ્ટને ખૂબ વખાણ્યા હતા. કપલ રણબીર અને આલિયાને પણ એક સાથે સ્ક્રીન પર જોવાની લોકોને મજા આવી ગઈ હતી.


અયાન મમુખરજીએ  અગાઉ એક મંચ પર ખાતરી આપી હતી કે બ્રહ્માસ્ત્ર 2 અને 3 એ બંને ફિલ્મો પહેલા ભાગ કરતાં પણ મોટીહશે અને ઉમેર્યું હતુ કે તે બંને ફિલ્મો એકસાથે બનાવશે. ત્યાર પછી બંને એક વર્ષના અંતરાલમાં રીલીઝ થશે. આયાને કહ્યું હતું કે...


ભાગ એક પર લોકોના તમામ પ્રેમ અને ફિડબેકને સ્વીકાર્ય પછી, મેં ભાગ બે અને ભાગ ત્રણ બનાવવા માટે વિઝન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેણે કહ્યું હતું કે હું જાણું છું કે આ કામ ભાગ એક કરતાં વધુ મોટું અને વધુ મહત્વાકાંક્ષી હશે!



બ્રહ્માસ્ત્રના પહેલા ભાગને લોકોએ વખાણી હતી અને કમાણીની દ્રષ્ટિએ પણ ખૂબ સારો આવકાર મળ્યો હતો. અગાઉ તેનો ઘણો વિરોધ અને બોયકોટ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ થઈ હતી. ત્યાર બાદ હવે બીજી અને ત્રીજી ફિલ્મમાં પણ દર્શકોને કેટલાક સરપ્રાઈઝની અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application