જામ ખંભાળિયામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર દ્વારા રીહર્સલ

  • January 25, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ ખંભાળિયામાં ભાણવડ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે નવ વાગ્યે કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગઈકાલે મંગળવારે એક રીહર્સલનું આયોજન કરવામાં આવ્યું  હતું. આ રીહર્સલ પુર્ણ થયા બાદ જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો, બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા સહિતની બાબતે અધિકારીઓને જરૂરી સુચનો પણ  કર્યા હતા.

​​​​​​​આ રીહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા સહિત જુદા-જુદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application