પરિવારજનો કાર્યક્રમમાં ગયા અને બાળકીઓનું થયું કરુણ મૃત્યુ
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં બે પિતરાઈ બહેનો સંતાકૂકડી રમતી વખતે ફ્રીઝરમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન જ્યારે તે બહાર ન જઈ શકી તો તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને અંતે પીડાથી બન્નેના મોત થયા. પરિવારને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ઘટના બાદ બંને પરિવારજનો આઘાતમાં છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના ખમનોર વિસ્તારના બલિચા ગામમાં બની હતી. અહીં બે પિતરાઈ બહેનો ઘરમાં સંતાકૂકડી રમતી હતી. રમતા રમતા બંને બહેનોએ આઈસ્ક્રીમ ફ્રીઝરમાં સંતાઈને ફ્રીઝર બંધ કરી દીધું. બંનેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ અંગે તેમના પરિવારજનોને જાણ થઈ ત્યાં સુધીમાં બંનેના શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યા હતા. આ ઘટના અંગે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ભવાની શંકરે જણાવ્યું કે બંને યુવતીઓ પિતરાઈ છે. તે ઘરમાં સંતાકૂકડી રમતી હતી. બંને તેમના પરિવારના સભ્યો સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. રમત દરમિયાન તે ફ્રીઝરમાં સંતાઈ ગઈ હતી. જે બાદ દરવાજો ના ખુલતા બન્નેના મોત થયા છે.
લાંબા સમય બાદ જ્યારે પરિવારજનોને ખબર પડી કે યુવતીઓ લાંબા સમયથી ગુમ છે તો તેઓએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. તેઓએ જોયું તો બંને યુવતીઓ ફ્રીઝરની અંદર મૃત હાલતમાં મળી આવી હતી. ૧૦ વર્ષની પાયલ અને ૧૧ વર્ષની રિતિકાનું ફ્રીજમાં મોત થયું છે. પોલીસે જણાવ્યું કે રિતિકાના પિતા શંભુ સિંહ મુંબઈમાં નોકરી કરે છે, જ્યારે પાયલના પિતા બસ ડ્રાઈવર છે. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. હાલ કેસની તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech