Red Fire Ants : વિશ્વની સૌથી આક્રમક પ્રજાતિ આ દેશ પર કરી લેશે કબજો, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

  • September 12, 2023 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટિંગિંગ રેડ ફાયર એન્ટ્સને 'વિશ્વની સૌથી આક્રમક પ્રજાતિ' તરીકે વર્ણવવામાં આવી છે. હવે વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે ડંખ મારતી લાલ કીડી [રેડ ફાયર એન્ટ્સ] બ્રિટન પર હુમલો કરી શકે છે. આ ચેતવણી બાદ સૌ કોઈ ચોકી ગયા છે.

અહેવાલો અનુસાર, વિશ્વની સૌથી આક્રમક પ્રજાતિઓમાંની એક લાલ ફાયર કીડીઓ અગાઉ અન્ય ખંડો સુધી મર્યાદિત હતી. પરંતુ હવે ક્લાઈમેટ ચેન્જના કારણે આ કીડીઓ મોટી સંખ્યામાં બ્રિટન તરફ આગળ વધી રહી છે. વૈજ્ઞાનિકોએ ઇટાલિયન ટાપુ સિસિલી પર સિરાક્યુસ સિટી નજીક 5 હેક્ટરમાં ફેલાયેલા કેટલાક લાલ કીડીઓના માળાઓની ઓળખ કરી છે. હવે તેઓ આગાહી કરે છે કે તેઓ લંડન સહિત આપણા મોટા શહેરો પર પણ તેઓ પહોચી શકે છે.


સ્પેનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇવોલ્યુશનરી બાયોલોજીના અભ્યાસ નેતા રોજર વિલાએ જણાવ્યું હતું કે, "યુરોપના અડધા શહેરી વિસ્તારો આ કીડીઓ દ્વારા કબજે કરી શકાય છે. બાર્સેલોના, રોમ, લંડન અથવા પેરિસ જેવા મોટા શહેરો આ આક્રમક પ્રજાતિ, રેડ ફાયર એન્ટ્સથી ભારે પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આબોહવા પરિવર્તનની આગાહીઓને ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, કારણ કે કીડીઓ સંભવિત રીતે યુરોપના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે."

તેમણે કહ્યું, "આ નવો ખતરો રીતે ફેલાય તે પહેલા નિવારક પગલાં લેવાની જરૂર છે. આ કીડીનો ડંખ ખૂબ પીડાદાયક હોય છે, જેનાથી અહ્ય દુખાવો અને શરીરમાં બળતરા થાય છે. આનાથી શિળસ અને એલર્જી પણ થઈ શકે છે, જે સંભવિતપણે જીવલેણ એનાફિલેક્ટિક એટેકનું કારણ બની શકે છે. મૂળ દક્ષિણ અમેરિકાની, રેડ ફાયર એન્ટ્સએ ઘણા દેશોમાં ઇકોલોજીકલ મોડલ, કૃષિ અને માનવ સ્વાસ્થ્ય પર મોટી અસર કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application