રાજકોટની તમામ બેન્કોને ગ્રાહકોને રૂા.૧૦ની નવી નોટ અને ચલણી સિક્કા આપવા આરબીઆઇનો આદેશ

  • August 02, 2023 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મનોજ ઉનડકટની સૂચનથી રાજકોટ આવેલા રિઝર્વ બેન્કના અધિકારીએ બેન્ક મેનેજર્સને રૂબરૂ તાકીદ કરી: ૧૦ સિક્કા સ્વીકારવા કોઇ ઇનકાર કરે તો ફરિયાદ કરવા અપીલ




તાજેતરમાં રાજકોટ ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે યોજાયેલ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મનોજ ઉનડકટએ ઉપસ્થિત રહી ગ્રાહકોને વધુ સારી બેન્કીંગ સેવાઓ મળે તે અંગે ચર્ચા–વિચારણા કરી હતી. મનોજ ઉનડકટએ કરેલી રજુઆત અને સુચનને પગલે રાજકોટ આવેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીએ રાજકોટની તમામ બેન્કોને ગ્રાહકોને .૧૦ની નવી નોટ અને ચલણી સિક્કા આપવા બ તાકીદ કરી હતી.





વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવ, વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઇ ગણાત્રા, સેક્રેટરી નૌતમભાઇ બારસિયા અને ટ્રેઝરર વિનોદભાઇ કચ્છડિયાએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા–અમદાવાદના આસિસ્ટન્ટ જન૨લ મેનેજર દિલીપ રાઠૌર તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા લીડ બેન્કના ચીફ જન૨લ મેનેજ૨ નરેન્દ્રસિંહ સોલંકીની ખાસ ઉપસ્થિતીમાં તા.૩૧–૭–૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે મિટીંગ યોજવામાં આવેલ હતી. જેમાં શહેરની વિવિધ બેન્કોમાંથી પ્રતિનિધિઓ જોડાયેલ હતા. આ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના કારોબારી સભ્ય મનોજભાઇ ઉનડકટ ખાસ ઉપસ્થિત ૨હી શહે૨માં ગ્રાહકોને વધુ સા૨ી બેન્કીંગ સેવાઓ મળવાપાત્ર થાય તેમજ કોઈપણ જાતની મુશ્કેલીઓનો સામનો ન ક૨વો પડે તે અંગે ચર્ચા–વિચારણા કરી હતી સૂચન કર્યા હતા.



આ મિટીંગમાં ખાસ કરીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્રારા સૌરાષ્ટ્ર્ર રિજીઓનમાં ા.૧૦ની નવી નોટની અછત તથા ા.૧૦ના સિકકાઓ સ્વીકા૨વામાં આવતા નથી તે બાબત ધ્યાને મુકવામાં આવી હતી જેના પ્રત્યુતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા–અમદાવાદના આસિસ્ટન્ટ જન૨લ મેનેજ૨ દિલીપ રાઠોરાએ જણાવેલ કે દર અઠવાડીયે દરેક બ્રાન્ચે ા.૧૦ની જુની નોટ બદલી આપવી અને તેની સામે ા.૧૦ના સિકકા અથવા નોટ આપવી તેવા મેળા ક૨વામાં આવે છે તેમ છતા કોઈપણ બેન્કો સ્વીકા૨વાની ના પાડે તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અથવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું ધ્યાન દો૨વા અનુરોધ છે.વધુમાં રાજકોટ ચેમ્બરના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે આગામી સમયમાં નાના વેપા૨ીઓમાં ા.૧૦ સિકકાનો વધુમાં વધુ વપ૨ાશ થાય તે માટે એક અવ૨નેસ કાર્યક્રમ પણ યોજવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application