માલદીવ મુદ્દે બોલિવૂડ અને ક્રિકેટ જગતની હસ્તીઓ તેમની પ્રતિક્રિયા આપી રહી છે. ત્યારે રણવીર સિંહ પણ આગળ આવ્યો છે. આમ તો રણવીર સિંહ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો એક એવો સ્ટાર છે જે તેની એક્ટિંગ, પરફેક્ટ કોમેડી ટાઇમિંગ અને આત્મવિશ્વાસુ સ્વભાવ માટે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. ત્યારે હાલમાં જ તેણે એક ટ્વિટ કર્યું છે. જેને કારણે તે ટોક ઓફ ટાઉન બન્યો છે. વાત એમ છે કે અભિનેતા રણવીર સિંહે ટ્વીટ તો કર્યું પણ એ ટ્વીટમાં તેણે ભૂલ કરી દીધી અને ત્યાર બાદ તેણે એ ટ્વીટ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી દૂર કરી દીધી.
આપને જણાવી દઇએ કે, અભિનેતા રણવીર સિંહે ગઈકાલે તેના ઑફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે “ચાલો 2024માં આપણા દેશ અને આપણી સંસ્કૃતિને એક્સપ્લોર કરીએ, અહીં જોવા માટે ઘણું બધું છે. આ ઉપરાંત અન્વેષણ કરવા માટે બીચ અને તેની સુંદરતા પણ છે. આ સાથે રણવીર સિંહે એમ પણ લખ્યું છે, “ચાલો ભારત જોઈએ, હેશટેગ એક્સપ્લોર ઈન્ડિયન આઈલેન્ડ.”
હવે ખાસ વાત એ છે કે રણવીર સિંહે જે પોસ્ટ શેર કરી તેમાં તેણે એક તસવીર પણ શેર કરી અને કહ્યું હતું કે, ચાલો ભારત જોઈએ પણ તસવીર તો માલદીવની હતી. બસ આ જ ભૂલ કરી દીધી અભિનેતા રણવીર સિંહે, જે તેને ભારે પડી ગઇ કારણ કે અભિનેતાની આ પોસ્ટ જંગલની આગની જેમ ફેલાઈ ગઈ અને યૂઝર્સે સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીન શોટ્સ પણ લીધા. જો કે આ પોસ્ટ વાયરલ થયા બાદ રણવીરને તેની ભૂલનો ખ્યાલ આવ્યો પણ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઇ ગયું હતું. બાદમાં તેણે એ પોસ્ટને ડિલીટ કરી હતી.
મહત્વનું છે કે, રણવીરે ફરી એ જ પોસ્ટ કરી પરંતુ આ વખતે કોઈ તસવીર નથી મૂકી. આ પછી, યુઝર્સે તેમના ડિલીટ કરેલા સ્ક્રીનશોટ કોમેન્ટ બોક્સમાં પોસ્ટ કર્યા હતા. આમ, અભિનેતા રણવીર સિંહ સોશિયલ મીડિયા યૂઝર્સમાં ટોક ઓફ ધ ટાઉન બનવા સાથે ટૂલ ઓફ અમ્યૂઝમેન્ટ પણ બની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech