ગીરગઢડાના ભિયાળ ગામે તળાવમાંથી બેફામ ખનિજ ચોરી

  • December 22, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડાના ભિયાળ ગામે આવેલ તળાવમાંથી ગેર કાયદેસર જે સી બી થી મદદથી ખાડોખોદી માટી ચોરી કરી ટ્રેક્ટર મારફતે સપ્લાઇ કરવામાં આવતી હોવાની બાતમી આધારે જીલ્લ ા ખાણ ખનિજ વિભાગે મધરાત્રિના સમયે રેડ કરી લાખો રૂપિયાના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગીરગઢડાના ભિયાળ ગામે આવેલ તળાવમાંથી ગેર કાયદેસર જે સી બી થી મદદથી ખાડોખોદી માટી ચોરી કરી ટ્રેક્ટર મારફતે સપ્લાઇ કરવામાં આવતી હોવાની બાતમી આધારે જિલ્લા ખાણ ખનિજ વિભાગે મધરાત્રિના સમયે રેડ કરી લાખો રૂપિયાના વાહન સહીત મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
​​​​​​​
ભિયાળ ગામે આવેલ તળાવમાં ગેર કાયદેસર જે સી બી થી માટી ખોદકામ કરી ગેસપાઇપ લાઇનના કામમાં ઠાલવામાં આવતી હોવાની બાતમી મળી હતી. જેનાં આધારે જિલ્લ ા ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી સુમીત ચોહાણની સુચના હેઠળ ખાણ ખનિજના એન વી બારડ, ડી કે. ડાભી સહીતની ટીમે સ્થળ ઉપર રેડ કરી ગેરકાયદેસર માટી ચોરીમાં ઉપયોગમાં લીધેલાં લાખો રૂપિયાના વાહન ઝડપી પાડયા હતા. 
ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક જી સી બી તેમજ માટી ભરેલા ત્રણ ટ્રેક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ઉના વિસ્તાર માંથી પથ્થર ભરેલ ૧ ટ્રેક્ટર સહીત કુલ કિ. રૂ. ૪૦ લાખના મુદ્દામાલ કબ્જે કરી તમામ વાહનો કબ્જે કર્યાં હતાં. આ ગેર કાયદેસર માટી ચોરી કરી સાપુરજીથી છાછરની ગેસ પાઇપ લાઇનમાં નાખવામાં આવતી હોય  આ ખનીજ માટી ચોરીમાં પકડાયેલા વાહનો ગીરગઢડા મામલદાર કચેરી ખાતે રાખવામા આવ્યાં હતા. અને ખાણખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application