કાલે શ્રી રામલલ્લાના જન્મોત્સવને વધાવવા રામ ભકતો આતુર

  • March 29, 2023 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલ તા.૩૦ના રોજ ભગવાન શ્રી રામનો જન્મદિવસ હોય, રામભકતો રામનવમી ઉજવવા અધીરા બન્યા છે, મર્યાદા પુ‚ષોતમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિતે મંદિરો અને અનેક સ્થળોએ મહાઆરતી, પુજા, અર્ચન, રામચરીત માનસ પાઠ, ઘ્વજારોહણ, અન્નકુટ દર્શન, યજ્ઞ, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, ખંભાળીયા, જામનગરમાં શોભાયાત્રા નિકળશે જયારે ભાણવડ, કાલાવડ, ધ્રોલ, જોડીયા, દ્વારકા, જામજોધપુર, ભાટીયા સહિતના ગામોમાં રામ જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 


જામનગરમાં ૩૨ આકર્ષક ફલોટસ સાથે સાંજે ૪:૩૦ વાગ્યે બાલાહનુમાનના મંદિરેથી વિશાળ રામસવારી નિકળશે જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી પંચેશ્ર્વર ટાવર પાસે રામદુત હનુમાનના મંદિર પાસે પૂર્ણ થશે. આ શોભાયાત્રા બાલાહનુમાનથી હવાઇચોક, સેતાવાડ, ચાંદીબજાર, દરબારગઢ, દિપક ટોકીઝ, બેડીગેઇટ થી પંચેશ્ર્વર ટાવરે પહોંચશે. આ પ્રસંગે સ્વામીનારાયણ સંપ્રદાયના પૂ.કોઠારી સ્વામી ચત્રભુજદાસજી, મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઇ વ્યાસ (મહાદેવ), લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, ક્ધવીનર સંદિપ વાઢેર, સહ ક્ધવીનર મનીષ સોઢા અને અમર દવે સહિતના અગ્રણીઓ જોડાશે. 


આ ઉપરાંત પંચેશ્ર્વર ટાવર પાસે આવેલા રામમંદિરમાં વિશીષ્ટ આરતી કરવામાં આવશે, બાલા હનુમાન મંદિરે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ભાણવડમાં આહિર યુવા ફોરમ તથા ભાણવડ તાલુકા આહિર સમાજ દ્વારા તા.૩૦ના રોજ શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને ઠેકઠેકાણે દિવ્ય મહાઆરતી, રામચરીત માનસ પાઠ, બટુક ભોજન, સંતવાણી સહિતના કાર્યક્રમો કરવામાં આવશે, ભગવાન રામનો જય જયકારના સુત્રો સાથે ખંભાળીયામાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


રામ મંદિરોમાં તેમજ અન્ય મંદિરોમાં પણ ભકિતભાવ ભેર ભગવાન શ્રી રામનું પુજન કરીને બપોરે ૧૨ વાગ્યે દિવ્ય મહાઆરતી કરાશે અને ભકતોને પંજરીનો પ્રસાદ આપવામાં આવશે. આજ સાંજથી સમગ્ર હાલાર રામમયી બની જશે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દ્વારકામાં અનેક મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામભકતો જોડાશે. એટલું જ નહીં બેટ દ્વારકામાં પણ મંદિરોમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. 


કાલાવડમાં આવતીકાલે ગ્રેઇન માર્કેટ રોડ પર આવેલા શ્રી રામ મંદિરેથી સવારે ૯:૩૦ વાગ્યે એક ભવ્ય શોભાયાત્રા નિકળશે, વિશ્ર્વ હિન્દુ પરીષદ દ્વારા બાઇક યાત્રા નિકળશે, જેમાં સંતો-મહંતો અને ભકતો જોડાશે, આ ઉપરાંત તમામ ચારેય મંદિરોમાં વિશિષ્ટ કાર્યક્રમો કરાશે, કાલાવડ નજીક આવેલા નિકાવામાં પણ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.  રામલલ્લાના જન્મદિવસ નિમિતે દર વખતે જામનગરના સુપ્રસિઘ્ધ અને વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન ધરાવનારા બાલાહનુમાન મંદિરમાં પણ આવતીકાલનો દિવસ ભવ્ય રહેશે અને ત્યાં પણ વિશીષ્ટ કાર્યક્રમો કરવામાં આવશે, ગામડાઓમાંથી પણ બાલા હનુમાનના મંદિરે દર્શન કરવા રામભકતો ઉમટી પડશે. આ ઉપરાંત જામનગર શહેરના મુખ્ય મંદિરોમાં પણ રામ જન્મોત્સવ ભકિતભાવભેર ઉજવાશે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application