રાજકોટ ટ્રાફિક પોલીસે અમદાવાદના વેપારીને હાઈ–વે પર ખંખેર્યા!!

  • July 12, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીસીઆરએ કારસવાર વેપારીને અટકાવી પોલીસની ભાષામાં ધમકાવ્યા, ખિસ્સામાં રહેલી રકમ ઉપરાંત કુવાડવા હાઈ–વે પરના એક પપં પર લઈ જઈ ઓનલાઈન મોટી રકમ ટ્રાન્સફર કરાવી કડદો કર્યાની વાત, મામલો સીપી કચેરી અને કુવાડવા રોડ પોલીસ મથક સુધી પહોંચ્યો, ભીનું સંકેલવાના પ્રયાસોની ચર્ચા




રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના કોઈને કોઈ કારનામા સમયાંતરે ખુલતા જ રહે છે. રાજકોટ શહેરને જોડતા હાઈવે પર ટ્રાફિક પોલીસની એક પીસીઆર (બોલેરો)એ અમદાવાદના કારધારક વેપારીને રસ્તામાં આંતરીને પોલીસની ભાષામાં ધમકાવી હજારો રૂપિયા ખંખેરી લીધાનો બનાવ સીપી કચેરી અને ત્યાંથી કુવાડવા રોડ પોલીસ મથકમાં ગાયો હોવાની ચર્ચા છે. ફસાયેલા કે ડરી ગયેલા વેપારી પાસેથી ખિસ્સામાં હતી એ રકમ ઉપરાંત નજીકના એક પેટ્રોલ પપં પાસે પણ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાની વાત છે વેપારીની અરજી આધારે પોલીસ છૂપી રીતે તપાસ તો કરી રહી છે, પરંતુ બધુ ઘરઘરનું કે પોલીસ હોવાથી ભીનુ સંકેલાવા તરફ જઈ રહ્યાની વાતો વહેતી થઈ છે.





અમદાવાદમાં બારેજા હાઈવે પરના એક વિસ્તારમાં રહેતા લાભશુભ જેવુ નામ ધરાવતા વેપારી ગત માસાંતે કાર લઈને રાજકોટ તરફ આવ્યા હતા. કુવાડવા હાઈવે પર રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની પીસીઆર પેટ્રોલિંગ કે ચેકિંગમાં ઉભી હશે. કારને અટકાવી હતી. ત્યારબાદ પોલીસની ભાષામાં એ યુવક સાથે આ લાવો તે લાવો કે આવી વાત સાથે પોતાનો હેતુ સિધ્ધ કરવા ધમકાવાયા હતા. કાંઈક પીધેલું લાગે છે, વેપારીએ કાંઈ પીધુ ન હોવાનું કહેવા છતાં અમારે પોલીસ મથકે તપાસ માટે લઈ જવા પડે આવા કાંઈ શબ્દોની વાતો કરી વેપારીને દબડાવ્યા હતા. પોલીસના સાચા–ખોટા ચક્કરમાં ફસાવવા કે કોઈ કારણે ડરી ગયેલા કે ફસાઈ જશે આવું પણ કાંઈ હોઈ શકે અને વેપારી સરન્ડર મુદ્દામાં આવી ગયા હતા.





વેપારી ઢીલા પડતા અને કહે તેમ થઈ જશે તેવું લાગતા વેપારી પાસે હતી એટલી રકમ તો રોકડમાં જ લઈ લીધી અને બીજી રકમ માટે નજીકના જ એક પમ્પ પાસે લઈ જવાયા હતા અને ત્યાં ઓનલાઈન ૨૦ હજાર જેવી રકમ પંપના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતીની પણ ચર્ચા છે. રાત્રીના પોલીસે કામ તમામ થતાં અને વેપારી પણ જાણે જાન બચી તો લાખો પાયેની માફક નીકળી ગયા હતા.
રાજકોટ ટ્રાફિક પોલીસના હાથે ખંખેરાયેલા અમદાવાદના એ વેપારીએ ગત માસાંતે તા.૨૬ની આસપાસ પોલીસ કમિશનરને સંબોધીને એક અરજી (ફરિયાદ) પણ આપી હતી. જે અરજીની તપાસ કુવાડવા રોડ પોલીસ તરફ મોકલાયાનું જાણવા મળે છે.




રાજકોટ શહેર પોલીસ સામે આક્ષેપો ફરિયાદ કરાઈ છે તેને લઈને વેપારીને તપાસ અર્થે તેડું મોકલાયું હોવાનું જાણવા મળે છે. જે રીતે વેપારીને ખંખેરવામાં આવ્યા કે ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરાવાયાની વાત ચાલે છે. સમગ્ર ઘટનામાં તથ્ય શું છે તે બાબતે વેપારીનો સંપર્ક સાધવાનો પ્રયાસ થતાં ફોન નો રિપ્લાય થયો હતો. જયારે પોલીસ સૂત્રો તરફથી તો તપાસ થશે ત્યારબાદ ખબર પડેનું રટણ થયું હતું. બીજી તરફ સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે, શું અમદાવાદના એ વેપારી કોઈ વાંક ગુનામાં હતાને પોલીસે ખંખેર્યા? વેપારીએ સામેથી જ વહીવટ કર્યેા હતો કે પછી પોલીસની ઝંઝટમાં કે કોઈ આંટીઘૂંટીમાં ન ફસાય તે માટે જે તે સમયે પોલીસે કહ્યું તેમ કર્યુ અને બાદમાં પોલીસ વિરૂધ્ધ અરજી કરી? સમગ્ર ઘટના હાલ તો જો અને તો જેવી છે સત્ય શું છે તે વેપારી અને પોલીસ જાણતી હશે. અધિકારી દ્રારા બધં બારણે પુરૂ થાય તેવા પ્રયાસ પણ થઈ રહ્યાનું ચર્ચાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application