રાજકોટના શિક્ષકે બનાવ્યા વિશ્વના સૌથી નાના હનુમાન ચાલીસા, માત્ર 700 મિલિગ્રામ છે વજન

  • April 20, 2023 01:43 PM 



રાજકોટના એક શિક્ષકની કલા જોઈને તમે પણ બોલી જશો કે, આ તો ગજબ... શિક્ષકની આ કલાની નોંધ વિશ્વ લેવલે સુધી લેવાઈ છે. આ શિક્ષકે વિશ્વની સૌથી નાનામાં નાની હનુમાન ચાલીસા બનાવી છે. જેનું વજન સાંભળીને પણ તમે કહેશો, "ઓહો ખરેખર ?"




વિશ્વની સૌથી નાનામાં નાની હનુમાન ચાલીસા બનાવનાર આ શિક્ષકનું નામ નિકુંજ વાગડીયા છે. નિકુંજભાઈ શાપરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવે છે. આ શિક્ષકે 700 મિલીગ્રામ વજનમાં આખી હનુમાન ચાલીસા બનાવી છે. જે હનુમાન ચાલીસાને થોડા સમયમાં જ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવા જઈ રહ્યું છે.




આટલી નાની હનુમાન ચાલીસા કઈ રીતે બનાવીનું પૂછતાં નિકુંજભાઈએ કહ્યું, દેશના PM મોદીએ થોડા સમય પહેલા જ શિક્ષણ નીતિ લોન્ચ કરી અને જેમાં કલાના આધારે શિક્ષણની વાત થઈ રહી છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને જ મેં વિશ્વની નાનામાં નાની હનુમાન ચાલીસા બનાવી છે. જેનાથી બાળકોને અત્યારના શિક્ષણની સાથે સાથે સંસ્કૃતિમાંથી સામર્થ્ય તરફ લઈ જઈ શકાય.



મહત્વનું છે કે, નિકુંજભાઈએ અત્યારસુધીમાં 700 પુસ્તિકાઓનું નિર્મણ કર્યું છે અને વિશ્વ લેવલનો રેકોર્ડ સર્જ્યો છે. નિકુંજભાઇએ માત્ર હનુમાન ચાલીસા જ નહીં પરતું આ પહેલા તેમણે રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા ગ્રંથો સૂક્ષ્મ પુસ્તિકાના સ્વરૂપમાં તૈયાર કરી વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application