સાંઢીયો પુલ નીચો થશે, નવી ડિઝાઇન તૈયાર

  • February 23, 2023 10:59 PM 

રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3ના જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલની ડિઝાઇનમાં રેલવેએ ફેરફાર કરતા હવે પુલની નવી ડિઝાઇન તૈયાર કરાઇ છે જેમાં પુલની ઉંચાઈ ઘટાડાઇ છે જેથી હવે પુલની ઊંચાઇ અને આકાર સાંઢીયા જેવો લાગશે નહીં !


મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ પૂર્વે જ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાની ઉપસ્થિતિમાં મેયર ડો.પ્રદીપભાઇ ડવના અધ્યક્ષસ્થાને મહાપાલિકા કચેરીમાં મહાપાલિકા અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોની હાજરીમાં મિટિંગ યોજાઈ હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને ડીઆરએમ અનિલકુમાર જૈન વચ્ચે પણ બ્રિજ પ્રોજેકટ મામલે ઉંડાણ પૂર્વક ચચર્િ વિચારણા થઇ હતી. નવા પુલ પ્રોજેક્ટનું કુલ કોસ્ટિંગ અંદાજે 56 કરોડ જેટલું છે. આ વર્ષે મહાપાલિકાના બજેટમાં આ પ્રોજેકટ માટે રૂ.10 કરોડની જોગવાઇ કરાઇ છે.

મહાપાલિકાએ બ્રિજ નિમર્ણિના ખર્ચ પેટે રેલવેને તેના હિસ્સાના રૂ.6 કરોડ ચૂકવવા જણાવ્યું હતું પરંતુ રેલવે તંત્ર તરફથી આ અંગે કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો. દરમિયાન રેલવેએ ડિઝાઇનમાં ફેરફાર સુચવ્યા બાદ રેલવેએ સુચવેલી અને મહાપાલિકાએ તૈયાર કરેલી નવી ડિઝાઇન મુજબ બ્રિજની ઉંચાઇ દોઢ મીટર અને લંબાઇ 50થી 60 મીટર ઘટશે ! ઉંચાઇ અને લંબાઇ ઘટતા કોસ્ટિંગ ઘટશે જેના પરિણામ સ્વરૂપે જો હવે રેલવે તેના હિસ્સાના ચૂકવવા પાત્ર રૂ.6 કરોડ ન આપે તો પણ ચાલશે કેમ કે તેટલી રકમનો ખર્ચ આપોઆપ ઘટી જાય તેમ છે (અલબત્ત મહાપાલિકાએ આ રકમ જતી કરી નથી અને રેલવેએ ચૂકવવા પણ પડે જ પરંતુ હાલ પૂરતો આ મામલો બાજુએ રાખી ડિઝાઇન મંજુર થાય તો ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે) મહાનગરપાલિકામાં રેલવેએ સૂચવેલા ફેરફારો મુજબની નવી ડિઝાઇન પણ બની ગઇ છે અને મ્યુનિ.ઇજનેરોએ તેમના સ્તરેથી ડિઝાઇન ફાઇનલ પણ કરી છે. હવે આગામી સપ્તાહ સુધીમાં રેલવે વિભાગને મોકલાશે, રેલવેમાં સ્થાનિકે ડિઝાઇન મંજુર થયા બાદ વેસ્ટર્ન રેલવે હેડ ક્વાર્ટર્સ-મુંબઈની મંજૂરી અર્થે મોકલાશે. મંજૂરી મળે પછી તુરંત ટેન્ડર પ્રસિધ્ધ કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application