રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી, તમામ બેઠક પર ભાજપની જીત નક્કી : પુષ્કર પટેલ

  • June 19, 2023 04:30 PM 

રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે ચૂંટણી યોજાઈ છે. 8 બેઠક માટે નવ ઉમેદવારોની આજે શિક્ષણ સમિતિની ચૂંટણી છે. 8 બેઠક માટે ભાજપના 8 અને કોંગ્રેસના 1 ઉમેદવારે ફોર્મ ભર્યું છે. ત્રણ દાયકામાં પ્રથમ વખત આ વખતે શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાઇ છે. આજે સવારે 11 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 


રાજકોટ નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આજે ભાજપના આઠ અને કોંગ્રેસના એક ઉમેદવારનું ભાવી નક્કી થશે. ક્રોસ વોટિંગના ભયથી ભાજપ પ્રમુખ દ્વારા તમામ સભ્યોને વ્હીપ જાહેર કર્યા છે. ભાજપના 68 કોર્પોરેટર સહીત 70 મતદારો મતદાન કરશે. આજે મતદાન બાદ પરિણામ જાહેર થશે. ભાજપ શાસિત શિક્ષણ સમિતિમાં ચેરમેન સહીતના રાજીનામાં પડતા આ ચૂંટણી યોજાઈ રહી છે. તમામ બેઠકો પર ભાજપની જ જીત નક્કી છે હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે દાવો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application