રાજકોટ મનપાની સિટી બસ અચાનક થઈ બંધ : ટ્રાફિકજામ, 108 ફસાઈ

  • July 04, 2023 01:10 PM 



રાજકોટ શહેરની સિટી બસની હાલત દિવસેને દિવસે બદતર થતી જાય છે. ક્યારેક અકસ્માત સર્જી જાય તો ક્યારેક સ્પીડમાં ડ્રાઈવિંગ સાથે લોકોના જીવ જોખમમાં મુકાઇ જાય. આજે આવો જ એક બનાવ બન્યો છે. સ્માર્ટ સિટી રાજકોટની સિટી બસની હાલત હવે ખખડધજ થઈ ચૂકી છે. ચાલતા ચાલતા આજે સિટી બસ બંધ પડી ગઈ હતી. માલવિયા ચોક વિસ્તારમાં સિટી બસ બંધ થઈ જતાં રસ્તા પર ટ્રાફિકજામનાં દ્ર્શ્યો જોવા મળ્યા હતા. સાથે જ આ ટ્રાફિકજામમાં એક એમબ્યુલન્સ પણ ફસાઈ હતી. જેને લઇને દર્દી ભારે હેરાન થયો હતો. ટ્રાફિકજામ થતાં અનેક વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application