રાજકોટમાં જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો એક લેટર વાઇરલ થયો છે. જેમાં ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ લેટરથી રાજકોટના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. લેટરમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના પ્રભારીની જવાબદારી સંભાળતા જ તેણે પ્રથમ જ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવા સાત આંકડામાં વહીવટ કરી કોંગ્રેસી માણસને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન બનાવ્યો. આ કામમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયાએ પણ ધવલ દવેને આ કામમાં સાથ સહકાર આપ્યો હતો.
ધવલ દવે રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી હતા
હવે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન બન્યો ત્યારે ધવલ દવે રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી હતા જ નહીં. મારી નિમણૂક અંગે એવી વિગતો આ લેટરમાં લખેલી છે કે, 7 આંકડાની રકમનો વહીવટ થયો છે તે લાત તદ્દન ખોટી છે. જ્યારે લેટર અંગે જિલ્લા પ્રભારી દ્વારા આ વહીવટ કરી મારી નિમણૂક તુરંત કરવામાં આવી છે.
જાહેર જીવનમાં બધા જાણે છે હું કેવો વ્યક્તિ છું
આ અંગે સ્પષ્ટતા કરી દઉં છું કે, મારી નિમણૂક કરવા માટે સત્તાવાર નિમણૂક તારીખ 2 મે 2023ના રોજ થઈ છે. જ્યારે મારી નિમણૂકના 14 દિવસ બાદ ધવલ દવેની નિમણૂક 16 મે 2023ના રોજ થઈ છે. એટલે ધવલ દવેએ મારી નિમણૂક કરવી છે એ લેટર ખોટો અને જૂઠાણાં ભરેલો છે. મારી નિમણૂક કર્યા બાદ હું પહેલી વખત 10 દિવસ બાદ ધવલ દવેને મળ્યો હતો. આ સમયે અલ્પેશ ઢોલરિયાની પણ નિમણૂક થઈ ન હતી. આ જે કઈ છે એ કોઈ વિરોધી અને વિઘ્ન સંતોષીનું કામ છે. અમિત શાહ અને નરેન્દ્રભાઇ મોદીના રાષ્ટ્રપ્રેમને લઈને છેલ્લા 14 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું. જાહેર જીવનમાં બધા જાણે છે હું કેવો વ્યક્તિ છું.
સરકાર આ અંગે FSL તપાસ કરાવેઃ અમિત ચાવડા
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપમાં આંતરિક લડાઈનું આ પરિમાણ છે. ભાજપમાં પ્રદેશથી લઈ ગામ સુધી જૂથવાદ છે. ભાજપમાં સત્તા અને ભ્રષ્ટાચારમાં ભાગ બટાઈની લડાઈ છે. પહેલા અમરેલીમાં લેટરકાંડ અને હવે રાજકોટમાં લેટરકાંડ સામે આવ્યો છે. મનીતાઓને ફાયદો કરવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સરકાર આ અંગે FSL તપાસ કરાવે છે.
ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે અને ગમે ત્યારે ફૂટવાનો છે. રાજકોટમાં અનેક નેતાઓના જૂથ છે, વોર્ડ પ્રમુખો અને પેજ પ્રમુખોમાં પણ જૂથવાદ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા: વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત, પ્લેનના ત્રણ ટુકડા થઈને નદીમાં પડ્યું
January 30, 2025 11:54 PMપ્રયાગરાજ: આજે 1.95 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં કર્યું સ્નાન
January 30, 2025 11:53 PMસંસદમાં ગૂંજશે મહાકુંભ ભાગદોડ મુદ્દોઃ વકફ સુધારા બિલ સહિત આ 16 બિલ રજૂ થઈ શકે છે બજેટ સત્રમાં
January 30, 2025 11:52 PMસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ભાજપના કેટલાક ઉમેદવારોને નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવા સૂચના
January 30, 2025 11:50 PMરાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ યથાવત: ત્રણ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ
January 30, 2025 11:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech