રાજકોટ: 130 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા છતાં ટ્રાફિક સમસ્યા યથાવત

  • August 03, 2023 01:42 PM 

ટ્રાફિક સમસ્યા હલ કરવા બનાવ્યો સૌરાષ્ટ્રમાં પ્રથમ રાજકોટના કાલાવડ રોડ પર ડબલ ડેકર બ્રિજ ,130 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા છતાં ટ્રાફિક સમસ્યા યથાવત રાજકોટ પોલીસના વનવે ને લઇ આડેધડ લેવામાં આવતા અણઘણ નિર્ણયથી લોકો પરેશાન થઇ રહ્યા છે જાગનાથ પ્લોટ બાદ હવે કોટેચા ચોકમાં બેરિકેટ લગાવતા યુનિવર્સિટી રોડ અને નિર્મલા રોડ વિસ્તારના લોકોને દોઢ કિલોમીટર ફરવા જવું પડે છે એટલુંજ નહિ આસપાસ ના રહેણાંક વિસ્તાર મા રહેતા લોકો ટ્રાફિક સર્જાતા ઘોંઘાટ થી પરેશાન થઇ ચુક્યા છે સાથેજ અનેક વેપારીઓ ના વેપારનેપણ ટ્રાફિક સર્જાવાથી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે 


કોટેચા ચોકમાં લગાડેલા બેરિકેટ તાત્કાલિક અસરથી દૂર ન કરાતા અહીંથી દરરોજ અવરજવર કરતી રોષે ભરાયેલ એક મહિલા એ જાતેજ બેરીગેડ હટાવી રસ્તો ખુલ્લો કર્યો બાદમાં બધાલોકો પણ અહીંથી પસાર થવા લાગ્યા આજરોજ ઘણા વેપારીઓ,રહેવાસીઓ રાહદારીઓ એ આજકાલ મીડિયાના પ્રતિનિધિ નો સંપર્ક સાધ્યો હતો બાદમાં આજકાલ મીડિયા દ્રારા ગ્રાઉન્ડ રિપોર્ટીંગ કરાતા ટ્રાફિક પોલીસ આવી હરકતમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો અહીંથી પસાર થાય છે, ત્યારે સાંજ ના સમયે આ મુખ્યમાર્ગ પરથી લોકોની અવરજવર વધતી હોઈ આ પ્રકારે બેરીગેડ લાગવાથી ચક્કાજામ સર્જાતો હોઈ લોકો તંત્રની કામગીરી ને લઇ રોષ ઠાલવતા શું કહી રહ્યા છે સાંભળો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application