બિપોરજોય વાવાઝોડાને અનુલક્ષીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કાર્યાલયે કન્ટ્રોલ રૂમ શરૂ

  • June 15, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેપારીઓ-ઉદ્યોગકારોને મુશ્કેલી પડે તો સંપર્ક કરવા તેમજ સ્વૈચ્છીક બંધ રાખવા અપીલ



બિપોરજોય વાવાઝોડા અને ભારે વરસાદને અનુલક્ષીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ચેમ્બરના કાર્યાલય ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈ પણ વેપારી કે ઉદ્યોગકારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો ચેમ્બરના કંટ્રોલ રૂમના નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વેપારીઓ-ઉદ્યોગકારો અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવી ઉપયોગી બનવા પ્રયાસ કરશે.



બિપોરજોય વાવાઝોડું આજે આક્રમક સ્વરૂપ ધારણ કરનાર હોય અને ભારે પવન સાથે વરસાદની આગાહી ક૨વામાં આવી છે. જેની તકેદારીના ભાગરૂપે સ્વૈચ્છીક બંધ ક૨ી તમામ વેપાર-ઉદ્યોગકારો તેમજ પ્રજાજનોને ખાસ સાવચેતી રાખવા અને ઘ૨ની બહાર ન નિકળવા ૨ાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા ખાસ અપીલ ક૨વામાં આવી છે. કોઇપણ આકસ્મિક ઘટના બને અને મદદની જરૂ૨ પડે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ૨ાઉન્ડ ધી કલોક ૨૪ કલાક શરૂ કરાયેલ કન્ટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૨૨૭૪૦૦ અને ૨૨૨૭૫૦૦ તેમજ મોબાઇલ ફોન નંબર ૭૩૮૩૧ ૨૭૪૦૦ અને ઉદ્યોગો માટેનો ખાસ કન્ટ્રોલ રૂમ નં.૭૮૭૪૬ ૦૫૧૧૮ ઉ૫૨ સંપર્ક ક૨વા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application