રાજકોટના કારીગરોની PMને ભેટ : ડાયમન્ડ, મીના, પાઈન લાકડાનો ઉપયોગ કરી બનાવ્યા આ ત્રણ પ્લેન, જુઓ Video...

  • July 26, 2023 04:02 PM 

આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની સૌરાષ્ટ્ર્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા રાજકોટવાસીઓમાં અનેરો જ થનગનાટ જોવા મળી રહ્યો છે.  રાજકોટના ઇમિટેશન માર્કેટ એસોસિએશન તેમજ જસદણના કેટલાક કારીગરો દ્રારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવા માટે પ્લેન બનાવવામાં આવ્યા છે. ઇમિટેશન માર્કેટ એસોસિએશન દ્રારા સ્ટોન, મીના કામગીરી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી એક પેસેન્જર પ્લેન અને એક કાર્ગેા પ્લેન બનાવવામાં આવ્યું છે. ૩–૪ દિવસની મહેનત કરી ૩૦ કારીગરોએ મહેનત કરી આ પ્લેન તૈયાર કર્યા છે. નાનામાં નાની બાબતનું ધ્યાન રાખી પ્લેન બનાવવામાં કારીગરોએ દિવસ રાત એક કરી નાખ્યા હતા.




આ સિવાય રાજકોટ જિલ્લાના વિવિધ ઉધ્યોગોને રીપ્રેઝન્ટ કરતું પણ એક પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન જસદણમાં તૈયાર થયું છે અને કુલ ૬ કારીગરો દ્રારા ૪ કિલોથી વધુ વજન ધરાવતું આ પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન બનાવવા પાછળ ૫૦૦ કલાક સુધી મહેનત કરવામાં આવી છે. આ પ્લેન પર ખાસ જસદણની કારીગીરીની પણ ઝલક જોવા મળે છે. પતરા પર ખાસ ડિઝાઇન કરી આ પ્લેનને તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ આ પ્લેનને બનાવવા પાઇન લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમને આ ભેટ આપવા માટે કારીગરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.





રાજકોટ ઇમિટેશન જવેલરી એસોસિયેશન દ્રારા માત્ર ૩૦ કલાક ની મહા જહેમત કરી રાજકોટ ઈમિટેશન ના ખૂબ ખૂબ નિષ્ણાત ૩૦ કારીગરો ની ૩૦ કલાક ની સખત મહેનત કરી ખૂબ સુંદર ને અમૂલ્ય એવા ઇમીટેશન નુ વિમાન ખાસ તયાર કરવામાં આવ્યું છે જે ઈમિટેશન એસોસિયેશન ના કમિટી મેમ્બર આજે સાંજે રાજકોટ ના કલેકટર નેઆપવાના છે જે વિમાન આપડા  ભૂપેન્દ્રભાઈ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ના ઉદઘાટન સમારોહમાં  નરેન્દ્રભાઈ મોદી ભેટ સ્વપે આપવાના છે. આ સાથે રાજકોટ ઇમિટેશન વેલરી એસોસિયેશન ની ખૂબ લાંબા સમય થી કરેલ ઇમિટેશન જવેલરી પાર્ક માટે ની માગણી વહેલી તકે પૂર્ણ કરવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application