રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાનમાં રંગરસ લોકમેળા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તક રંગરસ લોકમેળા-૨૦૨૩માં સ્વચ્છતા જળવાય રહે તે હેતુથી ત્રણેય શીફટમાં રાઉન્ડ ધ કલોક સફાઇ કરવામાં આવી હતી. જે અન્વયે રાઉન્ડ ધ કલોક કુલ ૨૨૫ સફાઇ કામદારો દ્વારા લોકમેળામાં સફાઇ કામગીરી કરવામાં આવી તથા નાયબ પર્યાવરણ ઇજનેર-૧, મદદનીશ પર્યાવરણ ઇજનેર-૫, સેનીટેશન ઓફિસર-૧ તથા સેનેટરી સબ-ઇન્સપેકટર-૧૨ વગેરેનો સ્ટાફ રાખવામાં આવ્યો હતો.
ગત તા.૫માં રંગરસ લોકમેળામાં જુદા-જુદા સ્ટોલનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ-૭૮ જુદા-જુદા સ્ટોલનું ચેકીંગ કરતા ૨૬-સ્ટોલમાંથી સીંગલ યુઝ પ્લાસ્ટીક ૦૫-કિ.ગ્રા., ડીસ્પોઝેબલ ગ્લાસ-૧૯૫૦ નંગ તથા કુલ-૮૦૦ નંગ સીંગલ યુઝ ડીશ જપ્ત કરવામાં આવેલ તથા લોકમેળામાં જુદા-જુદા ખાણી-પીણીના સ્ટોલમાંથી કુલ રૂ.૧૧,૫૦૦/-(અંકે રૂપિયા અગીયાર હજાર પાંચસો પુરા)નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ લોકમેળામાં તા.૦૪/૦૯/૨૦૨૩ થી તા.૧૦/૦૯/૨૦૨૩ સુધી ૧૭૬ ટન કચરાના નિકાલની કામગીરી જે.સી.બી-ડમ્પર તથા ૨-મીની ટીપર દ્વારા કરવામાં આવી છે. તેમજ લોકમેળામાં કુલ-૬ મોબાઇલ ટોઇલેટ યુનિટ રાખવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅષાઢી બીજે સૌરાષ્ટ્ર કોકટ: રાજ્યના 42 તાલુકામાં સમ ખાવા પુરતો વરસાદ
July 08, 2024 12:14 PMસ્માર્ટ સિટી રાજકોટ ભરચોમાસે નર્મદાનીર આધારિત
July 08, 2024 12:11 PMનકલી સ્કૂલ કૌભાંડમાં કમિટીની બનાવાઈ: ડીઇઓ તપાસ કરશે
July 08, 2024 12:03 PMરાજકોટમાં યુપીએસસી ઈપીએફઓની પરીક્ષામાં 70 ટકા ઉમેદવારો ગેરહાજર
July 08, 2024 12:01 PMજૂને તોડ્યો રેકોર્ડ, 2024 બની શકે વિશ્વનું સૌથી ગરમ વર્ષ
July 08, 2024 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech