જૂને તોડ્યો રેકોર્ડ, 2024 બની શકે વિશ્વનું સૌથી ગરમ વર્ષ

  • July 08, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુરોપિયન યુનિયનની આબોહવા-નિરીક્ષણ સેવાએ આજે જણાવ્યું છે કે જૂન 2024 પાછળના વર્ષોના કોઈપણ જૂન કરતાં વધુ ગરમ હતું, હવે વિશ્વનું તાપમાન અસ્થાયી રૂપે 1.5 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે જે પેરિસ કરાર દ્વારા નિર્ધિરિત લક્ષ્ય છે.
ઈયુની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસએ પ્રમાણભૂત મંથલી બુલેટિનના ભાગરૂપે તેના તારણો બહાર પાડ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તાજેતરના ડેટા દશર્વિે છે કે 2024 એ રેકોર્ડ શરૂ થયા પછીના સૌથી ગરમ વર્ષ તરીકે 2023ને પાછળ છોડી દે તેવી શક્યતા છે, કારણ કે માનવીય આબોહવા પરિવર્તન અને અલ નીનો કુદરતી હવામાનની ઘટના બંનેએ તાપમાનને વધુ ઊંચા સ્તરે પહોંચાડ્યું છે. જૂન સાઉદી અરેબિયાથી ગ્રીસ સુધી વિશ્વના ઘણા ભાગોમાં જીવન માટે જોખમી ભારે ગરમી લાવ્યો.
વર્ષ 2023 ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ હતું. આ વર્ષે આ રેકોર્ડ તૂટી શકે છે. વર્ષ 2024 સૌથી ગરમ વર્ષનો નવો રેકોર્ડ બનાવી શકે છે. ગયા વર્ષે પૃથ્વી વૈજ્ઞાનિકોની ગણતરી કરતા 0.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતી. નાસાના ક્લાઈમેટોલોજિસ્ટ ગેવિન શ્મિટ કહે છે કે ગયા વર્ષે વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત થયા હતા, અમને આ વર્ષે પણ એવી જ આશા છે.
ગેવિને જણાવ્યું કે દુનિયામાં ઘણા વર્ષથી મોસમી ફેરફારોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સેટેલાઇટ ડેટા ઉપલબ્ધ છે. આ ચાર દાયકાના ઈતિહાસમાં તાપમાને ક્યારેય વૈજ્ઞાનિકોને છેતયર્િ નથી. ગયા વર્ષની તમામ ગણતરીઓ નિષ્ફળ ગઈ. 2023નો દરેક મહિનો રેકોર્ડબ્રેક ગરમ હતો. તાપમાન નીચે આવવાના કોઈ સંકેત દેખાતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application