રાજકોટ : હિંચકા ખાતા 11 વર્ષીય હર્ષને ગાળામાં આવી આંટી, રમત રમતમાં ચાલ્યા ગયા પ્રાણ

  • June 01, 2023 06:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ઘરે રમતા રમતા જ એક બાળકને આકસ્મિક રીતે મૃત્યુ થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નરસિહનગરમાં પરિવાર સાથે રહેતા ધોરણ 5ના વિદ્યાર્થીને ગળામાં આંટી આવી જતા બાળકનું મૃત્યુ થયું છે.


ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ, શહેરના આરટીઓ કચેરી નજીક નરસિહનગરમાં રહી સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતા હરજીવનભાઈ દાફડાનો પુત્ર હર્ષ દાફડા આજરોજ બપોરના સમયે તેના અન્ય ભાઈ-બહેનો સાથે ઘરના બીજા માળે દુપટ્ટાનો હિચકો બાંધી રમતા હતા. આ પછી ત્રણેક વાગ્યા આસપાસ અન્ય ભાઈ બહેન નીચે આવી ગયા હોઈ 11 વર્ષીય હર્ષ એકલો જ ઉપર રમતો હતો.


થોડી વાર બાદ હરજીવનભાઈનો મોટો દીકરોફરી ઉપર ગયો હતો પણ તેને પોતાના નાનો ભાઈ બેહોશ પડેલો મળ્યો હતો. બાળકોએ જે દુપટ્ટાનો હિચકો બનાવ્યો હતો તે જ દુપટ્ટાથી ગળામાં આંટી વળી ગઈ હતી. આ બાદ પરિવારજનો અને પડોશીઓ હર્ષને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, પણ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.


બનાવ અંગે સિવિલ હોસ્પિટલ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application