રાજસ્થાન બન્યું કાશ્મીર, ફતેપુરમાં માઇનસ 1.8 અને ચુરૂમાં માઇનસ એક ડીગ્રી

  • January 07, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિલ્હીમાં પણ કાતિલ ઠંડી નો પ્રકોપ યથાવત, ઉત્તર પ્રદેશ અને બિહાર હરિયાણામાં પણ ઠંડીનું જોર ચાલુ રહેશે




રાજસ્થાનમાં અતિ ભયાનક ઠંડી ની શરૂઆત થઈ છે અને હવે રાજસ્થાનમાં કાશ્મીર જેવો ભયંકર અનુભવ થઈ રહ્યો છે અને લોકો ઘરો માં પુરાઈ જવા માટે મજબૂર થયા છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં કાતિલ ઠંડી પડી રહી છે. એ જ રીતે દિલ્હીમાં પણ કાતિલ ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને યુપી સહિત ઉત્તર ભારતમાં ભયંકર ઠંડીનુ જોર ચાલુ જ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.



ફતેહપુર શેખવાટી વિસ્તારમાં માઇનસ 1.8 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો ધ્રુજી ઉઠ્યા છે અને એ જ રીતે ચુરુંમાં પણ માઇનસ એક ડિગ્રી તાપમાન નોંધાતા કર્ફ્યુ જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે અને મોટી વયના લોકોને ભારે તકલીફ પડી રહી છે.




રાજસ્થાનમાં ઠંડી હવા ને પગલે લોકોમાં માંદગી પણ વધી છે અને દવાખાનાઓ હાઉસફુલ થઈ રહ્યા છે અને બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે રાજસ્થાનમાં અને ઉત્તર ભારતમાં હજુ પણ આગામી દિવસોમાં શીત લહેર યથાવત રહેશે અને ગાત્રો ગાળી નાખતી ઠંડી ચાલુ જ રહેવાની ધારણા છે.




ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં પણ ભયંકર ઠંડી પડી રહી છે અને છેલ્લા ઘણા દિવસોથી બજારોમાં વાતાવરણ દેખાય છે અને માર્ગો પર વાહન વ્યવહાર પણ ઘટી ગયો છે અને ઓફિસોમાં ખૂબ જ ઓછી હાજરી થઈ રહી છે.




રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તેમજ હિમાચલ પ્રદેશમાં કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે અને સાથો સાથ મોટી ઉંમરના માણસોને તકલીફ પડી રહી છે અને તેઓ બીમારીનો ભોગ બની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application