હરિયાણા અને રાજસ્થાનમાં થતી હતી ગૌમાંસની હોમ ડિલિવરી ; એસએચઓ સહિત ૪૦ પોલીસ અધિકારીઓ સામે લેવાયા આકરા પગલા
રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યાને બે મહિના જ થયા છે, અને પશુઓની તસ્કરી કરનારાઓ સામે એક પછી એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાન પોલીસે અલવરમાં જંગલ અને પહાડી વિસ્તારોની વચ્ચે આવેલા વિસ્તારોમાં દરોડા પાડીને મોટા પાયે ગૌમાંસની દાણચોરી કરતા અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ કાર્યવાહી કિશનગઢ બાસ વિસ્તારના રૂંધ ગીદાવડા વિસ્તારમાં કરવામાં આવી છે.
જયપુર આઈજી રેન્જ ઉમેશ ચંદ્ર દત્તા અને ખૈરતાલ-તિજારા એસપી સુરેન્દ્ર સિંહ આર્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃત ગાયોના અવશેષો જોઈને દંગ રહી ગયા. આઈજી એ કિશનગઢ બાસ પોલીસ સ્ટેશનના એસએચઓ દિનેશ મીણા સહિત સમગ્ર ૪૦ સ્ટાફને પશુ તસ્કરોને રક્ષણ આપવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ગાયોના કતલ બાદ નૂહ અને આસપાસના વિસ્તારોમાં ગૌ માસની હોમ ડિલિવરી પણ કરવામાં આવતી હતી. પોલીસે ૨૫ લોકો સામે ગૌહત્યાનો કેસ પણ નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે ૧૨ થી વધુ હોમ ડિલિવરી બાઇક અને પશુઓના પરિવહન માટે વપરાતું એક પીકઅપ વાહન પણ જપ્ત કર્યું છે.
મામલો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનોએ પોલીસ ઓફિસરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, ત્યારબાદ સમગ્ર પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જયપુર આઈજીએ સમગ્ર તપાસ કોટપુતલી બેહરોડ એસપી નમીચંદને સોંપી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech