ફિલ્મ મેકર એસએસ રાજામૌલીએ તેમની ફેમસ ફ્રેન્ચાઇઝી બાહુબલીની નવી એનિમેટેડ સિરીઝની જાહેરાત કરી છે. સીરિઝનું નામ 'બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ' છે અને તે બાહુબલી યુનિવર્સ પર આધારિત છે. આ સીરિઝ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કાલ્પનિક સામ્રાજ્ય માહિષ્મતી પર આધારિત બાહુબલી ફિલ્મોની બોક્સ ઓફિસ સફળતાએ તેલુગુ સિનેમાને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી. તેમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયાએ અભિનય કર્યો હતો.
એસએસ રાજામૌલીએ મંગળવારે તેમના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર સિરીઝના નામની જાહેરાત કરી. રાજામૌલીની આ સિરીઝ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 17 મેના રોજ રિલીઝ થશે. ટીઝરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 'બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ'નું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે. ટીઝરમાં વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
'બાહુબલી: ધ બિગિનિંગ', પહેલો ભાગ 2015 માં રિલીઝ થયો હતો, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?' સાથે શરૂ થયેલી વાર્તા 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન' સાથે પૂરી થાય છે. તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થયેલી બંને ફિલ્મોએ મળીને વિશ્વભરમાં રૂ. 1,000 કરોડની કમાણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવી પુરી બુચની SEBI માંથી વિદાય નક્કી, સરકારે નવા ચેરમેન પદ માટે અરજીઓ મંગાવી
January 27, 2025 12:09 PMઉનામાં અંજાર ગામે મચ્છુન્દ્રી નદીનાં પટમાં મિત્રએ જ પથ્થર મારી કરી હત્યા
January 27, 2025 11:56 AMસાયબર ફ્રોડ રોકવા દરેક પોલીસ સ્ટેશનમાં એક આઇટી એકસપર્ટ સરકાર નિમશે
January 27, 2025 11:55 AMઠંડી ગઈ: ભુજમાં ૬,અમરેલીમાં ત્રણ, રાજકોટ અને પોરબંદરમાં બબ્બે ડિગ્રી તાપમાન વધ્યું
January 27, 2025 11:53 AMરાજકોટમાં નકલી પોલીસે યુવાન પાસેથી રૂપિયા ૨૩ હજાર પડાવ્યા
January 27, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech