પરશોત્તમ રુપાલા નિવેદનના પગલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજે ઘેરાવો કર્યો છે. ત્યારે આજે કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ તેમની અટકાયત કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા રાજકોટના લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ એક સામાજિક કાર્યક્રમમાં ક્ષત્રિયો મામલે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. આ બાદ ગુજરાતભર માંથી ક્ષત્રિયો દ્વારા તેમની ઉમેદવારી પાછી ખેચવાની માંગ ઉઠી હતી, જો કે તેમની માંગ મામલે કોઈ પગલા ન લેવાતા ક્ષત્રિય સમાજની 5 મહિલાઓએ જોહર ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે રાજકારણમાં સળગતો ક્ષત્રિયો અને પરશોત્તમ રુપાલા વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે.
રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની અટકાયત કરવામાં આવી છે. રાજશેખાવતે એક વીડિયોમાં જણાવ્યુ હતુ કે જો અમને જો કમલમ સુધી પહોંચવા દેવામાં નહીં આવે તો અમે આત્મવિલોપન કરીશું. તેમના આ નિવેદન બાદ અમદાવાદ એરપોર્ટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમની અટકાયત બાદ જયારે પોલીસ તેમને બળજબરીથી જીપમાં બેસાડી રહ્યા હતા, એ દરમિયાન તેમની પાઘડી ઉતારી લેવાતા તેઓ લાલઘૂમ થયા હતા, આ ઘટનાના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
આ પહેલા ક્ષત્રીય અને રૂપાલા વિવાદ મામલે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ગુજરાત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવી હતી. મહિપાલસિંહ મકરાણા આત્મવિલોપનનો નિર્ણય બદલવા માટે અપીલ કરવાના હતા. મહિલાઓએ લીધેલો આ નિર્ણય પરત ખેંચવા માટે અપીલ કરવાના હતા. પરંતુ પોલીસે મહિપાલસિંહ મકરાણાને ક્ષત્રાણિયોને મળવા દીધા ન હતા. તેમણે જણાવ્યુ કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપે પરિણામ ભોગવવું પડશે. અમે ‘કમળનું ફૂલ, અમારી ભૂલ’ સૂત્ર લઈને નીકળીશું. મોદી અને શાહે રૂપાલા અંગે નિર્ણય લેવો જ પડશે. આ ઉપરાંત નિર્ણય નહીં લેવાય તો 24 રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ પ્રચારની પણ ચીમકી તેમણે ઉચ્ચારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech