રાજકોટના વાતાવરણમાં પલટો, બફારામાંથી રાહત, ખેડુતો ચિંતિત

  • April 28, 2023 04:38 PM 

હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે રાજકોટ શહેરના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે. સવારથી સખત ગરમી પડ્યા બાદ બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. શહેરના રેલનગર, મવડી, અયોઘ્યા ચોક સહિતના વિસ્તારના વરસાદના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આકાશમાં કાળા વાદળો ઘેરાય ગયા છે. વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોએ કરેલા ઉનાળા પાકનું વાવેતરને પણ નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application