અમદાવાદ–વડોદરામાં ધોધમાર રાજયમાં ૭૩ તાલુકામાં મેઘ મહેર

  • August 23, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ અને વડોદરા શહેર ઉપરાંત રાજયના અનેક વિસ્તારોમાં આજે સવારથી મેઘ સવારી આવી ચડી છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે યારે વડોદરામાં પણ ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે.
કંટ્રોલ મના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૭૩ તાલુકામાં વરસાદ થયો છે. ૧૪ તાલુકા એવા છે કે ત્યાં એક ઈંચ થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ થયો છે. સમગ્ર રાયમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ત્રણ ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીમાં અઢી,છોટા ઉદેપુર જિલ્લાના સંખેડામાં અને વડોદરા જિલ્લાના શિનોરમાં બે ઈંચ વરસાદ થયો છે. અમદાવાદ શહેર ઉપરાંત જિલ્લામાં દસ્ક્રોઇ ખાતે પોણો ઈંચ વરસાદ થયો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી વરસાદનું જોર વધશે. આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર્રમાં રાજકોટ જામનગર સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ, દ્રારકા, મોરબી બોટાદ અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં તારીખ ૨૪ થી ૨૮ દરમિયાન અને સૌરાષ્ટ્ર્રમાં તારીખ ૨૬ અને ૨૭ ના રોજ અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર્રમાં અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે તારીખ ૨૬ના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર્રના દરિયાકાંઠાને વધુ પ્રભાવિત કરે તેવું એક લો પ્રેશર અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાઇ રહ્યું છે. તારીખ ૨૪ ના રોજ બંગાળની ખાડીમાં એક પ્રભાવશાળી સાયકલોનિક સકર્યુલેશન સર્જાશે. આ ઉપરાંત અન્ય સિસ્ટમ પણ એકિટવેટ બની હોવાથી ભારે વરસાદની વધુ શકયતા ઊભી થઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application