સાંઢીયા પુલની ડિઝાઇનમાં ફેરફાર કરવા રેલવેનો મનપાને આદેશ

  • February 18, 2023 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ડીઆરએમ અનિલકુમાર જૈન સહિતના રેલવે અધિકારીઓ–ઇજનેરોને મહાનગરપાલિકામાં બોલાવી મેયર અને સાંસદના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઇ: ડો.દસ્તુર માર્ગની સામે રાજમંદિર ફાસ્ટ ફડવાળી શેરીમાં રેલવે ટ્રેક નીચે નવું નાલુ બનાવવા પણ ચર્ચા





રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જામનગર રોડ ઉપરનો સાંઢીયા પુલ નવો બનાવવા તૈયાર કરાયેલી ડિઝાઇનમાં ફેરફાર કરવા રેલવેએ મહાપાલિકાને આદેશ કર્યેા હતો. મહાનગરપાલિકામાં ગઈકાલે જનરલ બોર્ડ મિટિંગ પૂર્ણ થયા પછી રાજકોટ રેલવે ડિવિઝનના ડી.આર.એમ. અનિલકુમાર જૈન સહિતના રેલવે અધિકારીઓ અને ઇજનેરોને મહાનગરપાલિકા કચેરીમાં બોલાવી કમિશનર બ્રાન્ચના કોન્ફરન્સ મમાં મેયર ડો.પ્રદીપભાઇ ડવ અને સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડો.દસ્તુર માર્ગની સામે રાજમંદિર ફાસ્ટ ફડવાળી શેરીમાં રેલવે ટ્રેક નીચે નવું નાલુ બનાવવા પણ ચર્ચા કરવામાં આવી હતી. વિશેષમાં મેયર ડો.પ્રદીપભાઇ ડવએ જણાવ્યું હતું કે જામનગર રોડ પર સાંઢિયા પુલ આશરે ૧૯૭૮માં બનેલ છે. આ પુલ ઘણા વર્ષ જુનો છે. જેથી આ પુલ નવો બનાવવા માટે ૧૬.૪૦ મીટરનો ફોરલેન કરવા માટે જરી ડીઝાઈન તૈયાર કરવામાં આવેલ છે. ફોરલેન બનાવવા માટે રેલ્વે વિભાગ હેઠળ આવતા રેલ્વે સ્પાન અંગે રેલ્વેના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જરી ચર્ચા બાદ ડ્રોઈંગમાં જરી સુધારા વધારા કરવાના થતા હતા.





જે સુધારા વધારા કરી રેલ્વે વિભાગને ડ્રોઈંગ આપવાનું તેમજ રેલ્વે વિભાગ દ્રારા પણ વહેલાસર વિભાગની મંજુરી મેળવવા સાંસદ તથા પદાધિકારીઓએ રેલ્વે વિભાગના અધિકારીને જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરની ટ્રાફિકની સરળતા માટે હયાત એસ્ટ્રોન નાલાની બાજુમાં દસ્તુર માર્ગ સામે નવું નાલુ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.




તે માટે પણ જરી ચર્ચા કરવામાં આવી હતી. ઉપરોકત મુજબ રેલ્વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મહાપાલિકામાં સંકલન મિટીંગ મળી હતી જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રેલ્વે વિભાગના ડી.આર.એમ. અનિલકુમાર જૈન, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, ડે.કમિશ્નર આશિષ કુમાર, રેલ્વેના સિનીયર ડિવિઝનલ એન્જીનીયર ઇન્દ્રજીતસિંહ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, સિટી એન્જીનીયર એચ.એમ.કોટક, એચ.યુ.દોઢિયા તેમજ રેલ્વે વિભાગના અન્ય સબંધક સ્ટાફ હાજર રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application