દ્વારકા તાલુકામાં જુદા જુદા ચાર સ્થળોએ વિદેશી દારૂ અંગે દરોડા

  • January 23, 2023 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસે શનિવારે વિદેશી દારૂ સામે કરેલી કાર્યવાહીમાં જુદા-જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

દ્વારકાના શામળાસર વિસ્તારમાં એલસીબી વિભાગના એએસઆઈ સજુભા જાડેજા તથા હેડ કોસ્ટેબલ જેસલસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જગદીશભા જીવણભા માણેકના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આ મકાનના ફળિયામાં ખાડો ખોદી અને માટીની હેઠળ સંતાડીને રાખવામાં આવેલી પરપ્રાંતિય શરાબની ૧૦૭ બોટલ પોલીસે કબજે કરી હતી.

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૪૨,૮૦૦ ની કિંમતના દારૂ સાથે જગદીશભા માણેક તેમજ અન્ય એક આરોપી ડુંગરભા અરજણભા માણેકની પણ અટકાયત કરી, ચેકિંગ કરતા ડુંગરભા માણેક (રહે. ધીણકી, તા. દ્વારકા) પાસેથી એક છરી મળી આવી હતી. તેથી તેની સામે અલગથી ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી હતી. આરોપી ડુંગરભા માણેક દ્વારકા તથા સલાયા પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો હોવાનું પણ જાહેર થયું છે.

આ પ્રકરણમાં અન્ય બે આરોપી કરમણ જગા કોડીયાતર (રહે. રાણપર, તા. ભાણવડ) તથા ધનો રબારી નામના બે શખ્સોના નામ પણ ખુલવા પામ્યા છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application