ખંભાળિયાના ઠાકરશેરડી ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો

  • February 13, 2023 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા લગધીર અજા મોવર નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી દેશી દારૂ, દારૂ બનાવવાનો કાચો આથો, ગેસ સિલિન્ડર, ગેસનો ચૂલો, સ્ટીલની કોઠી સહિતનો મુદ્દામાલ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ આરોપી લગધીર મોવરની અટકાયત કરી હતી. મીઠાપુરના આરંભડા વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રીના સમયે સુરજકરાડીના શુક્લભા જાદવભા માણેક નામના ૪૨ વર્ષના શખ્સને દુકાનોના તાળા તપાસ શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ ૧૨૨ (સી) મુજબ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application