સતાપરની સીમમાં જુગારના અખાડા પર દરોડો : નવની અટક
જામજોધપુરના સતાપર ગામની સીમમાં આવેલી વાડીના મમાં બે શખ્સો બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવી તિનપતી જુગારનો અખાડો ચલાવે છે એવી બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી મહિલાઓ સહિત નવની અટકાયત કરી કુલ ૧૫.૮૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે બે સંચાલકો નાશી છુટયા હતા, તેમજ બેરીસ્ટર ચોકમાં પાના ટીંચતા ચાર શખ્સ અને સિકકામાં ચાર જુગારીઓ ઝપટે ચડયા હતા.
જામજોધપુરના સતાપર ગામની સીમમાં બહાદુર, પ્રતાપસિંહ નામના શખ્સો વાડીના મમાં તિનપતીનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે જામજોધપુરના પીઆઇ વાય.જે. વાઘેલાની સુચનાથી સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં તિનપતીનો જુગાર રમતા હંજડાપરના દેવાયત કુંભા આંબલીયા, જામનગર પટેલ કોલોની-૯માં રહેતા રણજીતસિંહ દેવીસિંહ રાઠોડ, માણાવદરના બાલકૃષ્ણનગરના હર્ષદ કરશન ડાંગર, વંથલીના આખા ગામના ધરમણ ઉકા જીલરીયા, માણાવદરના મિલન અશ્ર્વીન ડવ, ટીકર ગામના ઇબ્રાહીમ ઓસમાણ સાંઢ, ઉપલેટાના માધવનગરના હેતલબેન જગદીશ ગોસાઇ, હાપા યોગેશ્ર્વરધામના સરોજબેન વિજયસિંહ જાડેજા, રાણાવાવના જયાબેન કરશન વદરની અટકાયત કરી હતી.
દરોડા દરમ્યાન ૧.૦૮ લાખની રોકડ, ૯ મોબાઇલ, ૨ ફોરવ્હીલ ગાડી મળી કુલ ૧૫.૮૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો, દરોડા વખતે જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામનો પ્રતાપસિંહ જયવંતસિંહ ડોડીયા અને જામજોધપુરના સતાપર ગામનો બહાદુર ઉર્ફે ભલો કરશન પરમાર આ બંને નાશી છુટયા હતા તમામની સામે જુગારધારા મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
બીજા દરોડામાં જામજોધપુરના બેરીસ્ટર ચોકમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા બેરીસ્ટર ચોકમાં રહેતા ષીરાજસિંહ અજીતસિંહ જેઠવા, પોલીસલાઇન પાસે રહેતા કરણસિંહ હરદેવસિંહ જેઠવા, બેરીસ્ટર ચોકના ધર્મેન્દ્રસિંહ ભીખુભા જેઠવા, નરેન્દ્રસિંહ ધીભા જેઠવાને સ્થાનીક પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૯૧૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
આ ઉપરાંત સિકકાની ભગવતી સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતા ભગવતી સોસાયટીમાં રહેતા અબ્બાસ આમદભાઇ ભાયા, સિકકાની રાધાસ્વામી સોસાયટીના અજય નારણ પરમાર, ભગવતી સોસાયટીના ચિરાગ સુભાષ પુરબીયા, વીરજી સવા રાઠોડને પકડી પાડી ૧૬૧૦ની રોકડ જપ્ત કરી હતી જયારે શ્રીજીના પુલીયા પાસે રહેતો સાગર નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો.