બગસરા-સુરત રૂટની બસનો રૂટ બદલી નાખતા એસટી તંત્ર સામે ગ્રામ્ય જનતામાં રોષ

  • April 12, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરા ડેપોની બગસરા-સુરત વાયા: દેરડી, વાસાવડ, બાબરા, કોટડાપીઠા, આટકોટ, જસદણ, તારાપુર, આણંદ થઇને જેની સુરત જતી બસને ‚ટ બદલીને વાયા બાબરા, ઢસા, ગઢડા થઇને ચાલુ કરતા બાબરા તાલુકાના ચરખા, ઉંટવડ, કોટડાપીઠા જેવા ગામડાના લોકોની એકમાત્ર એસટીની સુવિધા બંધ થઇ ગઇ છે. આ બાબતે અહીંના કાર્યકર પ્રફુલભાઇ ગજેરા, પરેશભાઇ વાઢેરે ગ્રામ પંચાયતના માધ્યમથી ધારાસભ્ય જનકભાઇ તળાવીયાને રજુઆત કરેલ છે. ચાવંડ-ઢસાથી સુરત જવાની ઘણી બસો મળી રહે છે. જયારે બાબરા તાલુકા ચરખા, ઉંટવડ, કોટડાપીઠા, વાવડા જેવા આસપાસના ગામડાથી હવે એકપણ એસટીની બસ મળતી નથી. આ બસ વાયા આણંદ-તારાપુર, વડોદરા થઇને જતી હોવાથી આ વિસ્તારમાં તથા જસદણથી આણંદ-વિદ્યાનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુવિધા ઝુંટવાઇ ગઇ છે. અહીંથી તથા જસદણથી આણંદ-વિદ્યાનગર જવાની વિદ્યાર્થીઓની એકમાત્ર એસટીની બસ હોય આ બસને વહેલી તકે વાયા બાબરા, કોઠડાપીઠા, જસદણ થઇને ચાલુ કરવા આ વિસ્તારના ગ્રામ્ય જનતાની માગણી છે. આ બસ બગસરાથી સવારે ૭-૩૦ કલાકે ઉપડે છે અને સુરતથી વહેલી સવારે ૬ કલાકે ઉપડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application