એકસપાયરી ડેઇટ વિતાવી ચૂકેલ સોટ ડ્રિંક્સનો જથ્થો ઝડપાયો; ૮૬ કિલો અખાધ પદાર્થનો નાશ

  • February 08, 2023 12:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નવ નિયુકત હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણીની આગેવાનીમાં ફડ બ્રાન્ચ ત્રાટકી: ૨૭ દુકાનોમાં ચેકિંગ, પાંચને લાયસન્સ લેવા–હાઇજેનિક કન્ડિશન જાળવવા નોટિસ ફટકારાઇ: અમુલ ચિઝનું સેમ્પલ લેવાયું




રાજકોટ મહાપાલિકાની વન વિક વન રોડ ઝુંબેશમાં આજે મહીંકા રોડ ઉપર જૈન દેરાસર સુધીના રસ્તે ફડ ચેકિંગ દરમિયાન એકસપાયરી ડેઇટ વિતાવી ચૂકેલા સોટ ડિ્રન્કસનો જથ્થો ઝડપાયો હતો તેનો નાશ કરાયો હતો. તદઉપરાંત ૮૬ કિલો અખાધ જથ્થો જ કરી તેનો પણ સ્થળ ઉપર જ નાશ કરાયો હતો.




વિશેષમાં વિગતો આપતા નવ નિયુકત હેલ્થ ઓફિસર ડો. જયેશ વકાણીએ જણાવ્યું હતું કે વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફડ વિભાગ આજે શહેરના મહીકા રોડથી જૈન દેરાસર રોડ–ભાવનગર રોડ વિસ્તારમાં આવેલ (૧)ધરતી સેલ્સ એજન્સીમાં ૨૭૦ બોટલ સોટડિં્રક (૨૦૦ એમએલની) કુલ ૫૪ લીટર તથા ૭ કિલોગ્રામ પેકડ નમકીનની એપાયરી ડેટ વીતેલ હોય સ્થળ પર નાશ કરવામાં આવેલ તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ (૨)જય અંબે ફડસમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સ્ટોરેજ કરેલ ૨૫ કિલો ચણા અખાધ્ય જણાતા નાશ કરેલ તથા સ્ટોરેજમાં સુધારા કરવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપેલ (૩)આઇશ્રી ખોડિયાર પાન –લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૪) આઇશ્રી ખોડિયાર ટી સ્ટોલ –લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૫)મહાદેવ ડેરી ફાર્મ –લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તથા (૬)ચામુંડા ડેરી ફાર્મ (૭)હેમલ પાન (૮)દ્રારકેશ પાન એન્ડ કોલ્ડિ્રંકસ (૦૯)મુરલીધર પાન એન્ડ કોલ્ડિ્રંકસ (૧૦)આનદં કોલ્ડિ્રંકસ (૧૧)શકિત નાસ્તા ગૃહ (૧૨)શ્રી બજરગં મેડિકલ સ્ટોર (૧૩)સમ્રાટ કેક શોપ (૧૪)શુભમ ડેરી (૧૫)રાધેક્રિશ્ના ડેરી ફાર્મ (૧૬)શ્યામ ડેરી (૧૭)અરમાન જનરલ સ્ટોર (૧૮)શ્યામ જનરલ સ્ટોર (૧૯)બજરગં ફરસાણ (૨૦)ચામુંડા પાન (૨૧)સાઇનાથ પાવભાજી (૨૨)બજરગં પાન  કોલ્ડિ્રંકસ (૨૩)ઓમ શાંતિ પાણીપુરી (૨૪)રોનક પાવભાજી (૨૫)જય શકિત મિલ (૨૬)જય રામનાથ પાન (૨૭)ફ્રોઝન આઇસક્રીમની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફડ વિભાગ દ્રારા ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ (૧) ક્રીમ લાઇટ ફેટ સ્પ્રેડનું સેમ્પલ દરિયાલાલ ટ્રેડર્સ, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, યુબિલિ શાકમાર્કેટ સામે, રાજકોટ ખાતેથી, (૨) અમુલ મોઝરેલા ચિઝનું સેમ્પલ ઓમ એન્ટરપ્રાઇઝ, ૧૪–લાતી પ્લોટ, કુવાડવા રોડ, રાજકોટ ખાતેથી, (૩) અમુલ પી નટ સ્પ્રેડનું સેમ્પલ ઓમ એન્ટરપ્રાઇઝ, ૧૪–લાતી પ્લોટ, કુવાડવા રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application