એન્ટાર્કટિકામાં બરફ નીચેથી મળ્યો 'પિરામિડ'

  • August 01, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચારેય બાજુની લંબાઈ એક સરખી ધરાવતા રહસ્યમય પીરામીડની જોરદાર ચર્ચા


વિશેષ આકારનો બનેલો પર્વત આ રીતે દ્રશ્યમાન થયી રહ્યો હોવાનું તારણ




એન્ટાર્કટિકાથી આવેલી એક તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેમાં બરફની નીચે એક 'પિરામિડ' જોવા મળી રહ્યો છે. આ તસવીર સામે આવ્યા પછી ઘણા પ્રકારના તર્ક આપવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેને એલિયન સાથે જોડી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તેની ચારેય બાજુની લંબાઈ એક સરખી છે



સોશિયલ મીડિયા યૂઝર્સ અને કોન્સ્પિરન્સી થ્યોરિસ્ટનો દાવો છે કે, એન્ટાર્કટિકામાં એક નવો પિરામિડ શોધવામાં આવ્યો છે. તાજેતરમાં તેની સેટેલાઈટ ઈમેજ સામે આવી છે. બરફથી ઢંકાયેલા મહાદ્વીપમાં એક રહસ્યમય ત્રિકોળ સંરચના જોવા મળી છે, જેને દુનિયાનું સૌથી નવું આશ્ચર્ય જણાવાઈ રહ્યું છે. ઘણા લોકો તેને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે, આખરે તે નવા પિરામિડ ક્યાંથી આવ્યા છે. એન્ટાર્કટિકાની એલ્સવર્થ પર્વતમાળાના દક્ષિણ ભાગ પર લેવાયેલી તસવીરોમાં વિશાળ પિરામિડ જેવી દેખાતી એક આકૃતિ જોવા મળી રહી છે.




અહીં એક પિરામિડની આકૃતિ જોવા મળી. પિરામિડ સ્પષ્ટ રીતે એક ચોરસ આધાર પર છે. તે દરેક દિશામાં બે કિમી સુધીનો છે. તે ઈજિપ્તના ગાઝાના પિરામિડ જેવો છે. તેની તસવીરો સામે આવ્યા પછી ઘણા કોન્સ્પિરન્સી થ્યોરિસ્ટ પોતાના વિચાર શેર કરી રહ્યા છે. તેઓ આ તસવીરો સામે આવ્યા બાદ અટકળો લગાવી રહ્યા છે કે, આખરે આ શું છે અને ત્યાં કઈ રીતે પહોંચ્યું? એક શખસે લખ્યું કે, આખરે ઈજિપ્તના પિરામિડને ત્યાં કઈ રીતે પહોંચાડાયો. કેટલાક લોકોએ તર્ક આપ્યો કે, તેની પાછળ એલિયન છે.




શું ખરેખર પિરામિડ છે?

કેટલાક લોકોએ જણાવ્યું કે, આ પિરામિડ પાછળ કાલ્પનિક સીક્રેટ સોસાયટી ઈલુમિનાટીનો હાથ છે. જ્યારે કે, કેટલાકે તેની ડિઝાઈન માટે મનુષ્યોને જવાબદાર જણાવ્યા. કેટલાક લોકોએ તે એવું પણ કહ્યું કે, જે ખરેખર આશ્ચર્યમાં મૂકનારું છે. એક યૂઝરે લખ્યું કે, 'આ માળખું એ સભ્યતાનું છે, જે પ્રલય પહેલા અસ્તિત્વમાં હતી. 10,000 વર્ષ પહેલા એન્ટાર્કટિકા ગરમ હતો.' જોકે, આ એક પર્વત જ છે, પીરામીડ નથી જ.



પિરામિડ નહીં પહાડ છે

આ ચોંકાવનારી સંરચનાને પિરામિડ શિખરવાળા પર્વતના રૂપમાં ઓળખાય છે. પોટ્સડેમમાં જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સીઝના જિયોલોજિસ્ટ ડો. મિચ ડાર્સીએ કહ્યું કે, આ પિરામિડના આકારવાળો પહાડ એલ્સવર્થ પર્વતમાં સ્થિત છે, જે 400 કિમીથી વધુ લાંબો છે. એટલે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. આ એક સંજોગ છે કે પર્વત સ્પષ્ટ રીતે એક પીરામીડ જેવો જ લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application