BREAKING NEWS

દ્વારકાધીશ જગત મંદિરમાં આરોહણ થનારી તત્કાલ ધ્વજાજી માટે જૂન-2026નો જાહેર ડ્રો પારદર્શક રીતે યોજાયો

  • May 21, 2026 10:22 AM 

દ્વારકાધીશ જગત મંદિરમાં આરોહણ થનારી તત્કાલ ધ્વજાજી માટે જૂન-2026નો જાહેર ડ્રો પારદર્શક રીતે યોજાયો...

ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિના આયોજન હેઠળ યજમાનો, વૈષ્ણવો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રક્રિયા પૂર્ણ...

વિશ્વવિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર પર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટે જૂન માસ-2026નો જાહેર ડ્રો ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પારદર્શકતા અને સુવ્યવસ્થિત આયોજન સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગત તા. 20 મે 2026ના રોજ બ્રહ્મપુરી નંબર-2ના ઉપરના માળે યોજાયો હતો.

ધ્વજાજીના યજમાન વૈષ્ણવો, ભક્તજનો, તીર્થ પુરોહિતો, કારોબારી સમિતિના સદસ્યો, મધ્યસ્થ સભાના પ્રતિનિધિઓ, સલાહકાર સમિતિના સભ્યો તેમજ વિવિધ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર ડ્રોની પ્રક્રિયા જાહેર રીતે હાથ ધરવામાં આવી હતી. આયોજન દરમિયાન પારદર્શકતા જળવાઈ રહે તે માટે તમામ કાર્યવાહી ખુલ્લી પદ્ધતિથી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના આગેવાનો જયદીપભાઈ ઠાકર, ઉમંગભાઈ ઠાકર, દિવ્યાંગભાઈ ઠાકર તથા નારણભાઈ ઠાકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનમાં સહભાગી બન્યા હતા. અગાઉથી જ ધ્વજાજી માટેના અરજી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના આધારે ડ્રોની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

સમગ્ર ડ્રો પ્રક્રિયા ધવલભાઈ દેવમુરારી અને તેમની ટીમ દ્વારા સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે ઉપસ્થિત ભક્તો અને યજમાનો દ્વારા આયોજનની પારદર્શકતા અને વ્યવસ્થાની પ્રશંસા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application