ભારત માટે ગર્વની ક્ષણ : PM મોદીનું 'કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી'થી કરાયું સન્માન

  • May 22, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી સન્માનિત કર્યું છે. પીએમ મોદીને આ સન્માન ફિજીના પીએમ સિટિવેની રાબુકા દ્વારા વૈશ્વિક નેતૃત્વને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે.


વડાપ્રધાન મોદી નરેન્દ્રને ફિજીના સર્વોચ્ચ સન્માન 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી'થી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીને આ સન્માન ફિજીના પીએમ સિટિવેની રાબુકા દ્વારા વૈશ્વિક નેતૃત્વને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. ફિજીનું સર્વોચ્ચ સન્માન અત્યાર સુધી માત્ર થોડા જ બિન-ફિજીયનોને આપવામાં આવ્યું છે.


પીએમ મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં 21 મેના રોજ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે. પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપેએ એરપોર્ટ પર પીએમ મોદીના પગ સ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના વૈશ્વિક નેતૃત્વ માટે ફિજીના વડાપ્રધાન દ્વારા ફિજીનો સર્વોચ્ચ પુરસ્કાર "કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી" એનાયત કરવામાં આવ્યો છે. "ઑર્ડર ઑફ ફિજી" એનાયત કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર થોડા જ બિન-ફિજીયનોને આ સન્માન મળ્યું છે.


વડાપ્રધાને કહ્યું, "આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું છે, ભારત અને ફિજી વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. આ માટે હું તમારો અને રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું."




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application