ટેટના મુદ્દે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર ખાતે ધરણાં
જામનગર સહિત રાજ્યભરના ૩૦ હજારથી વધુ શિક્ષકો જોડાયા
તા. ૧૧-૭-૨૦૨૬ ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલ ૨૦૨૮ સુધીમાં ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના હુકમ સામે કેન્દ્ર સરકાર દ્વારા બિલ પસાર કરી શિક્ષકોને ટેટ પરીક્ષા મુક્તિ આપવામાં આવે તેમજ આઠમાં પગાર પંચ સાથે બાકી રહેલા તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના આપવા. ૬ થી ૮ ના શિક્ષકોને અલગ પગારધોરણ મુખ્ય શિક્ષક ટેટના પ્રશ્નો સહિત વિવિધ માંગણીઓ સાથે યોજાયેલ ધરણા કાર્યકમમાં ૩૪ જિલ્લા અને મહાનગર પાલિકા માંથી અંદાજિત ૩૦ હજાર જેટલા શિક્ષકો જોડાયા હતા.
આ કાર્યકમના મંચ પરથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી જૈમિન ભાઈ પટેલ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ ભાઈ પટેલ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા વિક્રમસિંહ ગરાસિયા પ્રભાતસિંહ ખાંટ ગોકુળ ભાઈ પટેલ સહિત આગેવાન મિત્રો અને દરેક જિલ્લા અને મહાનગર પાલિકા ના સંઘ ના પ્રમુખ અને મહામંત્રી સહિત હોદેદારો એ સભા સંબોધન કરી તેમજ આગામી સાંસદ સત્ર પૂર્વે દિલ્હી ખાતે ધરણાં કાર્યક્રમ સહિત આગામી વિવિધ કાર્યક્રમો અંગે શિક્ષકો ને પ્રેરણા આપવા જુસ્સો વધારવા અને સંગઠિત રહી સરકાર સામેના દરેક પડકારોનો સામનો કરવા સજ્જ કરવામાં આવેલ.આ કાર્યકમ માં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા જેની ગુજરાત સરકાર દ્વારા ગંભીર નોંધ લેવાની ફરજ પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application